મહેસાણાના વડનગરની બહેનો તાના અને રીરીની યાદમાં તાનારીરી મહોત્સવ દર વર્ષે ઉજવાતો હોય છે. આ વર્ષે આ મહોત્સવ 17 અને 18 નવેમ્બરના રોજ યોજાશે. આ ઉત્સવમા દેશના ટોચના કલાકારોને આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામા આવે છે.
આશા ભોંસલેને અપાશે સન્માન
વડનગરની બે નાગર બહેનોની યાદમાં રાજ્ય સરકાર દ્વારા કલા અને સાંસ્કૃતિ વારસો જાળવી રાખવાનું કામ તાના-રીરી મહોત્સવ દ્વારા થઇ રહ્યું છે. તાનારીરી સમાધિ સ્થળ ખાતે આ બંને દિવસે સાંજે 7.30 કલાકે કાર્યક્રમનો પ્રારંભ થશે. આ મહોત્સવમાં 2010થી સંગીત સન્માન એવોર્ડ આપવાની શરૂઆત તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કરી હતી. જે પ્રથા હજી પણ યથાવત છે. જેમાં કલાકારોનું 5 લાખ રૂપિયા, તામ્રપત્ર અને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવે છે. આ વર્ષે પદ્મશ્રી વિજેતા અને ગાયક આશા ભોંસલે તથા પદ્મભૂષણ ડો.એન. રાજમ અને વિદુષી રૂપાંદે શાહને સન્માનિત કરવામાં આવશે.
બે દિવસનો કાર્યક્રમ
તાનારીરી બહેનોની વાર્તા...
અકબરના દરબારમાં ગાયક તાનસેને એકવાર રાગ દીપકનું ગાન કર્યું હતું. જેને કારણે તાનસેનના શરીરમાં અગ્ન જ્વાળાઓ ઉઠી હતી. આ જ્વાળાને શાંત કરવા માટે અકબર પણ ગભરાઈ ગયા હતા. ત્યારે વડનગરની બે બહેનો તાના અને રીરીએ મેઘ મલ્હાર રાગ ગાઇ તાનસેનના અગન જ્વાલા શાંત કરી હતી. આ બાબતની જાણ થતાં અકબર બાદશાહે બે બહેનોને દિલ્હી દરબારમાં તેડુ બોલાવ્યું હતું. પરંતુ દિલ્હી જવા ન માંગતી બે બહેનોએ વડનગર ખાતે જ જાતે અગ્નિસ્નાન કર્યું હતું. બે બહેનોની યાદમાં ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે તાના-રીરી મહોત્સવ આયોજિત કરવામાં આવે છે. તાના-રીરી મહોત્સવ દર વર્ષે કારતક સુદ નોમના દિવસે ઉજવવામાં આવે છે.
અગાઉ કોને અપાયો હતો એવોર્ડ
પ્રથમ વર્ષે ૨૦૧૦-૨૦૧૧માં સંયુકત રીતે સંગીત બેલડી લતા અને ઉષા મંગેશ્કરને, બીજા વર્ષે ૨૦૧૧-૨૦૧૨માં પદ્મભૂષણ ગિરીજાદેવીને, ૨૦૧૨-૨૦૧૩માં કિશોરી અમોનકર, ૨૦૧૩-૨૦૧૪માં બેગમ પરવીન સુલતાના, ૨૦૧૪-૨૦૧૫માં સ્વર યોગીની ડો,પ્રભા અત્રે, ૨૦૧૬-૨૦૧૭માં અમદાવાદના વિદુષી મંજુબહેન મહેતા અને ડો. લલીત જે રાવન મહેતાને અર્પણ કરાયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે