Home> Business
Advertisement
Prev
Next

રૂપિયા તૈયાર રાખજો! આગામી અઠવાડિયે આવવાની છે IPOની લાઈન, આ 4 નવાની એન્ટ્રી, 5નું થશે લિસ્ટિંગ

IPOમાં રોકાણ કરનારાઓ માટે આગામી સપ્તાહ ખૂબ જ ખાસ રહેવાનું છે. આવતા અઠવાડિયે શેરબજારમાં ઘણા IPO આવવાના છે.

રૂપિયા તૈયાર રાખજો! આગામી અઠવાડિયે આવવાની છે IPOની લાઈન, આ 4 નવાની એન્ટ્રી, 5નું થશે લિસ્ટિંગ

IPO Listing: IPOમાં રોકાણ કરનારાઓ માટે આગામી સપ્તાહ ખૂબ જ ખાસ રહેવાનું છે. આવતા અઠવાડિયે શેરબજારમાં ઘણા IPO આવવાના છે. જો તમે IPO માં રોકાણ કરો છો તો પૈસા તૈયાર રાખો કારણ કે આવતા અઠવાડિયે 4 નવા IPO બજારમાં આવી રહ્યા છે.

fallbacks

4 IPO આપી રહ્યા છે દસ્તક 
આગામી સપ્તાહે 4 નવા IPO શેરબજારમાં એન્ટ્રી કરવા જઈ રહ્યા છે. જ્યારે 5 IPOનું લિસ્ટિંગ પણ આવતા સપ્તાહે થવાનું છે.  આગામી સપ્તાહે Desco Infratech Limitedનો આઈપીઓ શેરબજારમાં આવવા જઈ રહ્યો છે. તેની ઈશ્યુ સાઈઝ 30.75 કરોડ રૂપિયા છે. IPO 24 માર્ચે ખુલશે અને 26 માર્ચે બંધ થશે. જ્યારે Shri Ahimsa Naturals Limitedનો IPO 25 માર્ચથી ખુલશે અને 27 માર્ચ સુધી ચાલશે.

એ જ રીતે ATC Energies System Limited નો IPO 25 માર્ચે ખુલશે અને 27 માર્ચે બંધ થશે. તેનું લિસ્ટિંગ 2 એપ્રિલે થવાનું છે. જ્યારે Identixweb Limited IPO નું ઓપનિંગ 26મી માર્ચે થવા જઈ રહ્યું છે અને તે 28મી માર્ચ સુધી ચાલશે. તમારી પાસે આ IPOમાં રૂ. 51 થી 54ની પ્રાઇસ બેન્ડ સાથે રોકાણ કરવાની સારી તક છે. 

આવતા અઠવાડિયે ડિવાઇન હીરા જ્વેલર્સ લિમિટેડ, પ્રદીપ ટ્રાન્સપોર્ટ લિમિટેડ, ગ્રાન્ડ કોન્ટિનેંટલ હોટેલ લિમિટેડ, રેપિડ ફ્લીટ મેનેજમેન્ટ સર્વિસિસ લિમિટેડ, એક્ટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડનું લિસ્ટિંગ થવાનું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More