Home> Business
Advertisement
Prev
Next

રેલવેએ આપી ખુશખબરી: રદ ટિકિટોના Refund ના નિયમોમાં થયો છે ફેરફાર

ભારતીય રેલવે (Indian Railways) રેલવે કાઉન્ટર પરથી બુક કરાવવામાં આવેલી ટિકિટોનું  (Ticket Refund) મેળવવાનું ટાઇમિંગ બીજીવાર બદલતાં તેને 9 મહિના સુધી વધારવામાં આવ્યું છે.

રેલવેએ આપી ખુશખબરી: રદ ટિકિટોના Refund ના નિયમોમાં થયો છે ફેરફાર

નવી દિલ્હી: જો તમે અત્યાર સુધી લોકડાઉન દરમિયાન રદ કરવામાં આવેલી ટિકિટોનું રિફંડ મેળવી શક્યા નથી તો આ સમાચાર તમારા માટે જ છે. જોકે ભારતીય રેલવે (Indian Railways) રેલવે કાઉન્ટર પરથી બુક કરાવવામાં આવેલી ટિકિટોનું  (Ticket Refund) મેળવવાનું ટાઇમિંગ બીજીવાર બદલતાં તેને 9 મહિના સુધી વધારવામાં આવ્યું છે.

fallbacks

લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર

ફક્ત આ લોકોને મળશે રિફંડ
IRCTC ના અનુસાર જે લોકોએ 21 માર્ચ 2020 થી 31 જુલાઇ વચ્ચે મુસાફરી માટે ટિકિટ બુક કરાવી હતી, તે લોકોને રિફંડ મળી શકશે. તમને જણાવી દઇએ કે આ નિયમ નિર્ધારિત ટાઇમ ટેબલવાળી ફક્ત તે રેલ ગાડીઓમાટે ખરીદવામાં આવેલી ટિકિટો પર જ લાગૂ થશે જેને રેલવે દ્વારા લોકડાઉનના લીધે રદ કરવામાં આવી હતી. તો બીજી તરફ મુસાફરોએ આઇઆરસીટીસી પોર્ટલ દ્વારા ટિકિટ બુક કરાવી હતી, તેમને રિફંડ પ્રોસેસ ઓટોમેટિક પુરી થઇ જશે. 

પ્રાઇવેસીને લઇને યૂઝર્સ પરેશાન, જાણો નવી પોલિસી પર વોટસએપએ આપ્યો જવાબ

કોરોનાના લીધે રદ થઇ હતી ટ્રેન
અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ મહામારીના ખતરાને જોતાં 22 માર્ચથી ટ્રેનોની સેવાઓને બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવેએ ટિકિટ રદ કરાવવા અને ભાડાની વાપસીને લઇને દિશા નિર્દેશ જાહેર કર્યા હતા. તેના અનુસાર રેલવે દ્વારા રદ કરવામાં આવેલી ગાડીઓ માટે પીઆરએસ કાઉન્ટર ટિકિટને જમા કરાવવાની સમય સીમાને 3 દિવસથી વધારી (યાત્રાના દિવસને છોડી) 6 મહિના કરી દીધા હતા અને 139 અથવા આઇઆરસીટીસીની વેબસાઇટ પરથી ટિકિટ રદ કરાવવાની સ્થિતિમાં પણ કાઉન્ટર પરથી રિફંડ પ્રાપ્ત કરવાની સમય-સીમાને પણ વધારીને મુસાફરીની તારીખથી 6 મહિના કરી દેવામાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More