Home> India
Advertisement
Prev
Next

ખેડૂત નેતાઓની સરકાર સાથે થઇ ચર્ચા, 15 જાન્યુઆરીએ આગામી મીટિંગ

આ બેઠક દરમિયાન સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ગરમાગરમી વધી ગઇ. ખેડૂત નેતાઓને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર કાયદો બનાવ્યા પછી કમિટી બનાવવાની માંગ કરી છે.

ખેડૂત નેતાઓની સરકાર સાથે થઇ ચર્ચા, 15 જાન્યુઆરીએ આગામી મીટિંગ

નવી દિલ્હી: ત્રણ કૃષિ કાયદાને લઇને ખેડૂત નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે ચાલી રહેલી વાર્તા હવે સમાપ્ત થઇ ચૂકી છે. કારણ કે ગત કેટલીક બેઠકોની માફક આ બેઠકમાં પણ કોઇ પરિણામ સામે આવ્યું નહી. ત્યારબાદ સરકારે 15 જાન્યુઆરીના રોજ આગામી દૌરની વાર્તાની જાહેરાત કરી છે. 

fallbacks

લોકડાઉનમાં સિક્યોરિટી ગાર્ડે શરૂ કર્યો ચાનો સ્ટાર્ટઅપ બિઝનેસ,આજે કરે છે લાખોનું ટર્ન ઓવર

'અમે સરકારને હરાવીશું, અમે જીતીશું'
આ બેઠક દરમિયાન સરકાર અને ખેડૂત નેતાઓ વચ્ચે ગરમાગરમી વધી ગઇ. ખેડૂત નેતાઓને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર કાયદો બનાવ્યા પછી કમિટી બનાવવાની માંગ કરી છે. ખેડૂતોને એક નારો પણ આપવામાં આવ્યો. 'અમે સરકારને હરાવીશું, અમે જીતીશું. ખેડૂતોએ કહ્યું કે કાનૂન સરકાર વિરોધી છે. અમે કોર્ટ જઇશું નહી. અમે લડીશું મરીશું, પરંતુ કાયદો રદ કરાવીને રહીશું. 

બેઠક પહેલાં કર્યું હતું ટ્રેક્ટર માર્ચનું રિહર્સલ
અત્રે ઉલ્લેખનીય છે કે વાર્તા પહેલાં ગુરૂવારે હજારોની સંખ્યામાં ખેડૂતોને દિલ્હીની સીમાઓને અડીને આવેલા પોતાના પ્રદર્શનસ્થળ સિંધુ, ટિકરી અને ગાજીપુર બોર્ડર તથા હરિયાણાના રેવાસનથી ટ્રેકટર માર્ચ કાઢી હતી. પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ કહ્યું કે 26 જાન્યુઆરીના રોજ હરિયાણા, પંજાબ અને ઉત્તર પ્રદેશના વિભિન્ન ભાગોથી રાષ્ટ્રીય રાજધાનીમાં આવનાર ટ્રેક્ટરોની પ્રસ્તાવિત પરેડ પહેલાં આ ફક્ત એક 'રિહર્સલ' છે. 

પ્રાઇવેસીને લઇને યૂઝર્સ પરેશાન, જાણો નવી પોલિસી પર વોટસએપએ આપ્યો જવાબ

15 જાન્યુઆરીના રોજ આયોજિત થશે 9મા તબક્કાની વાર્તા
તમને જણાવી દઇએ કે આ પહેલાં 4 જાન્યુઆરીના રોજ થયેલી વાર્તાનું પણ કોઇ પરિણામ સામે આવ્યું ન હતું. કારણ કે ખેડૂત સંગઠન ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાની પોતાની માંગ પર અડગ રહ્યા. તો બીજી તરફ 30 ડિસેમ્બરના રોજ યોજાયેલી છઠ્ઠા તબક્કાની વાર્તામાં બે માંગો, પરાલી જવાના અપરાધની શ્રેણીથી બહાર કરવા અને વિજળી પર સબસિડી ચાલુ રાખવાને લઇને સહમતિ બની હતી. આજની બેઠકમાં ચર્ચા બાદ હવે કેન્દ્ર સરકારે ખેડૂત નેતાઓને 15 જાન્યુઆરીના દિવસે ફરીથી બેઠક બોલાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More