નવી દિલ્હીઃ છોડા દિવસ પહેલા ફેસબુકે જીયો પ્લેટફોર્મની સાતે એક મોટી ડીલ (Facebook and Jio platforms deal) કરી હતી. હવે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપ (Reliance Industries Limited)એ નવી ડીલની જાહેરાત કરી છે. આ ડીલ જીયો પ્લેટફોર્મ અને અમેરિકાની ખાનગી ઇક્વિટી ફર્મ સિલ્વર લેક (Jio platforms and Silver lake deal) વચ્ચે થઈ છે. આ લીડ 5656 કરોડ રૂપિયાની છે.
શું બોલ્યા મુકેશ અંબાણી?
આ ડીલ પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેડિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું, 'સિલ્વર લેક ફર્મનો વિશ્વની મોટી-મોટી ટેક્નોલોજી કંપનીઓની સાથે પાર્ટનરશિપનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. ટેક્નોલોજી અને ફાઇનાન્સના મામલામાં સિલ્વર લેક કંપની ખુબ લોકપ્રિય છે.'
કેટલી મોટી છે સિલ્વર લેક ફર્મ?
સિલ્વર લેક ટેક્નોલોજીમાં રોકાણ કરવાના મામલામાં ગ્લોબલ લીડર છે, જેની પાસે આશરે 43 અરબ ડોલરની એસેટ છે અને તેની પાસે વિશ્વની આશરે 100 રોકાણ અને ઓપરેટિંગ પ્રોફેશનલની ટીમ છે. આ પહેલા સિલ્વર લેકે અલીબાબા ગ્રુપ, એયરબીએનબી, ડેલ, દીદી ચકિંગ, હાયલા મોબાઇલ, એન્ટ ફાઇનાન્શિયલ, આલ્ફાબેટ વૈરિલી અને ટ્વીટરમાં પણ રોકાણ કર્યું છે.
આ પહેલા ફેસબુક સાથે કરી હતી ડીલ
22 એપ્રિલે જીયો પ્લેટફોર્મે ફેસબુકની સાથે 43,574 કરોડ રૂપિયાની ડીલ કરી હતી, ત્યારબાદ જીયો પ્લેટફોર્મની 9.9 ટકા ભાગીદારી ફેસબુકની પાસે ચાલી ગઈ હતી. ફેસબુક જીયો પ્લેટફોર્મમાં સૌથી મોટું શેર હોલ્ડર છે.
કોરોના વાયરસના લીધે પાસ નથી થયો PF ક્લેમ, તો આ હોઇ શકે કારણ
જીયો પ્લેટફોર્મને પણ સમજવું જરૂરી
જીયો પ્લેટફોર્મ લિમિટેડ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એક માલિકી વાળી કંપની છે, જેની અંદર રિલાયન્સના તમામ ડિજિટલ બિઝનેસ આવે છે. રિલાયન્સ જીયો ઇન્ફોકોમ લિમિટેડ પણ જીયો પ્લેટફોર્મની એક કંપની છે. આ સિવાય માઈ જીયો, જીયો ટીવી, જીયો સિનેમા, જીયો ન્યૂઝ અને જીયો સાવન. એટલું જ નહીં રિલાયન્સ આ કંપની હેઠળ પોતાના એજ્યુકેશન, હેલ્થકેર અને એગ્રિકલ્ચર ડિજિટલ સેવાઓને પણ રાખે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે