નવી દિલ્હી: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)એ પ્રોવિડેંટ ફંડ કાઢવા માટે ઓનલાઇન સુવિધા શરૂ કરી દેવામાં આવી છે. ઓનલાઇન સુવિધાનો લાભ પાંચ કરોડથી વધુ શેરહોલ્ડર્સને મળશે. ઓનલાઇન એપ્લિકેશન ફાઇલ કર્યા બાદ પીએફ ટ્રાંસફરથી માંડીને પૈસા કાઢવાની પક્રિયા 3 દિવસમાં પુરી થઇ જશે. નોકરી કરતાં ઘણા લોકોના પીએફના ખાતામાં સારી એવી રકમ જમા થઇ જાય છે. પરંતુ, નોકરી બદલનારા મોટાભાગના લોકો પૈસા કાઢી લે છે. જોકે, પીએફ કાઢવામાં તેમને ખૂબ લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. પરંતુ હવે ઓનલાઇન પ્રક્રિયાથી પીએફના પૈસા સરળતાથી કાઢી શકાય છે. જોકે નિવૃતિ પહેલાં PF ના પૈસા કાઢવા જતાં સરકાર TDS કાપે છે.
ઇપીએફ એટલે કો એમ્પલોય પ્રોવિડેંટ ફંડના પૈસા તમારી સેલેરીમાંથી કાપે છે. દર મહિને તમારા બેઝિક પગારમાંથી 12% પીએફ કાપવામાં આવે છે. આ ભાગ તમારા અને સંસ્થા બંને તરફથી જમા થાય છે. એક ત્રીજો ભાગ પેંશન ફંડના રૂપમાં જમા કરવામાં આવે છે. આ એમ્પ્લોયરના ખાતમાંથી જનાર પીએફમાંથી કાપવામાં આવે છે.
10 દિવસમાં આવશે પૈસા
હવે તમે ઘરે બેઠા ઇપીએફ ઉપાડવા માટે ક્લેમ કરી શકે છે. જોકે, ઇપીએફઓએ 4 કરોડથી વધુ પેંશન ધારકોને ઓનલાઇન પીએફ ક્લેમની સુવિધા આપવામાં આવે છે. ઓનલાઇન પીએફ ઉપાડવા માટે હવે તમારી ઇપીએફ ઓફિસના ચક્કર કાપવાની જરૂર પડશે નહી અને 10 દિવસમાં જ તમારા એકાઉન્ટમાં પૈસા જમા થઇ જશે.
આ રીતે કરો અરજી
પીએફ કાઢવા માટે ઇપીએફઓની વેબસાઇટ પર જવું પડશે. ઇપીએફઓની સાઇટ પર ગયા બાદ તમને ફોર્મ 31, 19 અને 10 સીનું ઓપ્શન મળશે. તેમાંથી તમારી જરૂરિયાત અનુસાર ફોર્મ ભરીને સબમિટ કરાવવું પડશે.
એપ વડે પણ કરી શકો છો અરજી
પીએફ કાઢવાની પ્રક્રિયા તમે ઉમંગ એપ દ્વારા પણ કરી શ્કો છો. તે દરમિયાન જો તમને ફોર્મ સબમિટ કરાવવામાં સમસ્યા આવી રહી છે તો સૌથી પહેલાં તમારે તમારું કેવાઇસી અપડેટ કરાવવું પડશે. કેવાઇસી પુરુ ન થવાને કારણે ફોર્મ સબમિટ કરી શકશો નહી.
10 દિવસમાં આપશે પૈસા
કેવાયસી પુરું થયા બાદ તમારે તમારો એકાઉન્ટ નંબર આપવો પડશે. આ સાથે જ તમારા તમારો પાન, આધાર, યૂએએન નંબર પણ દાખલ કરવો પડશે. ફોર્મ સબમિટ કર્યા બાદ બે અઠવાડિયાની અંદર તમારા પૈસા તમારા ખાતામાં જમા થઇ જશે.
ક્યારે કાઢી શકો છો PFના પુરા પૈસા
પીએફની રકમને ઇમરજન્સીની સ્થિતિમાં કાઢી શકાય છે. 7 પરિસ્થિતિઓમાં તમે પીએફની રકમ કાઢી શકો છો. કેટલીક પરિસ્થિતિઓમાં તમે પીએફનો સમગ્ર ભાગ કાઢી શકો છો અને કેટલીક પરિસ્થિતિઓમાં પીએફના કેટલાક પૈસાનો એક નિશ્વિત ભાગ જ કાઢી શકો છો.
મેડિકલ ટ્રીટમેંટ-
એજ્યુકેશન અથવા લગ્ન
પ્લોટ ખરીદવા માટે
ઘર બનાવવા અથવા ફ્લેટ
આ પ્રકારની સ્થિતિમાં તમારી નોકરીના 5 વર્ષ થયેલા હોવા જરૂરી છે. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાના પગારના વધુમાં વધુ 36 ગણા પીએફ ઉપાડી શકે છે. તેના માટે પોતાની નોકરીના સમય દરમિયાન ફક્ત એક જ વખત પીએફના પૈસાનો ઉપયોગ કરી શકાય છે.
રિ-પેમેંટ ઓફ હોમ લોન
તેના માટે તમારી નોકરીના 10 વર્ષ હોવા જોઇએ. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાનીના વધુમાં વધુ 36 ગણા પીએફના પૈસા કાઢી શકે છે. તેના માટે પોતાની નોકરીના સમય દરમિયાન ફક્ત એકવાર જ પીએફના પૈસાનો ઉપયોગ કરી શકે છે.
ઘર રિનોવેશન
આ સ્થિતિમાં તમારી નોકરીના ઓછામાં ઓછા 5 વર્ષ પુરા થવા જોઇએ. તેના હેઠળ કોઇપણ વ્યક્તિ પોતાની સેલરીના 12 ગણા પીએફના પૈસા કાઢી શકે છે. તેના માટે પોતાની નોકરી સમય દરમિયાન ફક્ત એકવાર જ પીએફના પૈસાનો ઉપયોગ કરી શકાય.
પ્રી-રિયાટરમેંટ
તેના માટે તમારી ઉંમર 54 વર્ષ હોવી જોઇએ. આ સ્થિતિમાં તમે કુલ પીએફ બેલેંસમાં 90 ટકા સુધી રકમ કાઢી શકો છો, પરંતુ આ વિડ્રો ફક્ત એક જ વાર કરી શકાય છે.
પીએફ વિડ્રો ટેક્સેબલ છે અથવા નહી
જો તમે સતત સર્વિસ દરમિયાન 5 વર્ષ પહેલાં પીએફ વિડ્રો કરે છે તો આ ટેક્સેબલ હશે. અહીં સતત સર્વિસ સાથે મતલબ નથી કે એક જ સંસ્થામાં 5 વર્ષ સુધી સર્વિસ હોવી જોઇએ. તમે સર્વિસ બદલી શકે છે અને કોઇપણ સંસ્થા જોઇન કરી શકો છો. તમે તમારા પીએફ એકાઉન્ટને નવા એમ્પલોયરને ટ્રાંસફર કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે