Home> Gujarat
Advertisement
Prev
Next

જૂનાગઢ જિલ્લામાં દલિત યુવક પર અત્યાચાર, વીડિયો વાયરલ

યુવક પર છેડતીનો આરોપ લગાવીને માર માર મારવામાં આવ્યો હતો. 

જૂનાગઢ જિલ્લામાં દલિત યુવક પર અત્યાચાર, વીડિયો વાયરલ

જૂનાગઢઃ રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ ઘટના જૂનાગઢ જિલ્લાના ભેંસાણના મેંદપરા ગામે બની છે. એક યુવકને જાનવરની જેમ ચલાવાયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સામે આવ્યા બાદ બે વ્યક્તિ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધાઇ છે. તેના પર જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરીને મારમારવાનો આરોપ લગાવાયો છે. 

fallbacks

આરોપ લગાવી માર્યો માર
પ્રાપ્ત વિગત અનુસાર આ દલિક યુવક રીક્ષા ચલાવે છે. તેના પર મુકેશ રાઠોડે કારખાનામાં કામ કરતી યુવતીની છેડતીનો આક્ષેપ કર્યા બાદ માર માર્યો હતો. ત્યારબાદ તેને રસ્તા પર પશુની જેમ ચલાવવામાં આવ્યો હતો. આ મામલે કારખાનાના માલિક કૌશિક પટેલ અને તરૂણ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. 

શું છે વાયરલ વીડિયોમાં
આ વીડિયોમાં જોઈ શકાય છે કે દલિત યુવક મુકેશને ચાર પગે ચલાવામાં આવે છે. આ દરમિયાન કારખાનેદાર દ્વારા તેના માર મારવામાં આવે છે. આ વીડિયોમાં કેટલિક મહિલાઓ અને પુરૂષ પણ દેખાઈ છે. 

જુઓ વીડિયો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More