Home> Business
Advertisement
Prev
Next

₹1700 પાર જઈ શકે છે આ શેર, અત્યારે દાવ લગાવશો તો થશે 137% ટકા સુધી ફાયદો, એક્સપર્ટે કહ્યું- ખરીદો

Stock To Buy: ગુરૂવારે મહાવીર જયંતિને કારણે ભારતીય શેર બજારમાં રજા હતી. આજે શુક્રવારે ભારતીય શેર બજારમાં કારોબાર થશે. આ વચ્ચે એક્સપર્ટે એક શેરમાં ખરીદીની સલાહ આપી છે.

₹1700 પાર જઈ શકે છે આ શેર, અત્યારે દાવ લગાવશો તો થશે 137% ટકા સુધી ફાયદો, એક્સપર્ટે કહ્યું- ખરીદો

નવી દિલ્હીઃ ટ્રમ્પ ટેરિફ બાદ શેર બજારમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે. આ સપ્તાહે સોમવારે સેન્સેક્સમાં 4000 પોઈન્ટનો ઘટાડો થયો હતો. ત્યારબાદ મંગળવારે તેમાં થોડી રિકવરી જોવા મળી પરંતુ બુધવારે ફરી બજાર ડાઉન ગયું હતું. મહત્વનું છે કે વધતા વ્યાપાર તણાવથી વૈશ્વિક બજારોમાં થયેલા ઘટાડા વચ્ચે બુધવારે ભારતીય રિઝર્વ બેંકે વ્યાજદરોમાં ઘટાડો કર્યો હતો. તેમ છતાં બુધવારે શેર બજારમાં ઘટાડો થયો હતો. આ વચ્ચે જો તમે શેર બજારમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે કામના સમાચાર છે. માર્કેટ એનાલિસ્ટ પ્રમાણે કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સ (Krsnaa Diagnostics) શેરમાં તેજી આવી શકે છે.

fallbacks

કેટલી છે ટાર્ગેટ પ્રાઇસ?
વેંચુરા સિક્યોરિટીઝે આગામી 24 મહિના માટે કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સના શેર પર 1741 રૂપિયાના ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે. કંપનીના શેર બુધવારે 4 ટકા ઘટી 735 રૂપિયા પર બંધ થયો હતો. એટલે કે આ કિંમત પર દાવ લગાવવાથી આવનારા સમયમાં આશરે 137 ટકાની તેજી આવી શકે છે. વેંચુરા અનુસાર નાણાકીય વર્ષ 27 સુધી કૃષ્ણા ડાયગ્નોસ્ટિક્સનો કારોબાર 27.9 ટકાના સીએજીઆર દરથી વધી 1297 કરોડ સુધી પહોંચવાની આશા છે. આ વધારો રેડિયોલોજી અને પેથોલોજી સેગમેન્ટથી પ્રેરિત હશે.

આ પણ વાંચોઃ ₹18,000 છે બેઝિક સેલેરી?  તો 8મા પગાર પંચમાં વધી ₹79,794 સુધી પહોંચી શકે છે વેતન

ગુરૂવારે રજા બાદ આજે થશે કારોબાર
ભારતીય શેર બજારમાં ગુરૂવારે મહાવીર જયંતિની રજા હતી. આજે શુક્રવારે ભારતીય શેર બજારમાં કારોબાર થશે. આ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે તે જોવાનું રહેશે કે આજે ભારતીય શેર બજારમાં તેની શું અસર થાય છે.

ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણ કરવાની સલાહ બ્રોકરેજ ફર્મ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેર બજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. એટલે તમારા એડવાઇઝરની સલાહ બાદ રોકાણ કરો)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More