Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: બજારમાં ઉથલપાથલ વચ્ચે રોકાણકારોને જબરદસ્ત માલામાલ કરી રહ્યું છે સોનું, આજે 1300 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Price: જે રીતે સોના અને ચાંદીમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે તે જોતા સોનું રોકાણકારો માટે હાલ સુરક્ષિત પસંદ બનતું જોવા મળે છે. સોનામાં રોકાણ રોકાણકારોને બંપર લાભ કરાવી રહ્યું છે. જાણો આજના લેટેસ્ટ રેટ...

Gold Rate Today: બજારમાં ઉથલપાથલ વચ્ચે રોકાણકારોને જબરદસ્ત માલામાલ કરી રહ્યું છે સોનું, આજે 1300 રૂપિયાનો ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

સોનામાં ધૂંઆધાર તેજી જોવા મળી રહી છે . શેરબજાર અને ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાના માહોલ વચ્ચે ગોલ્ડ સૌથી વધુ સેફ અસેટ તરીકે ઉભરી રહ્યું છે અને ઝડપથી વધી રહેલા ભાવ તે સાબિત કરે છે. ઘરઆંગણે પણ ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું ભારે ઉછાળા સાથે જોવા મળી રહ્યું છે. સોનાની સાથે ચાંદી પણ ચમકી રહી છે. 

fallbacks

સોનાએ કેટલું આપ્યું રિટર્ન
જો વાયદા બજારની વાત કરીએ તો આજે એપ્રિલ વાયદાનું સોનું 84,000 રૂપિયા પાર નીકળી ગયું છે. સોનામાં સતત રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે. MCX પર સોનાએ 84,154 નો નવો રેકોર્ડ બનાવ્યો છે. ગ્લોબલ માર્કેટમાં પણ સોનાએ $2,884 નો રેકોર્ડ બનાવ્યો છે. જો રિટર્નની વાત કરીએ તો 7 દિવસમાં 4%થી વધુની તેજી જોવા મળી છે. એક મહિનામાં લગભગ 8 ટકાથી વધુ જોરદાર તેજી જોવા મળી ચૂકી છે અને એક વર્ષમાં સોનું 33%થી વધુ ઉછાળો જોવા મળ્યો છે. 

વાયદા બજારમાં ભાવ
MCX પર આજે સવારે એપ્રિલ કોન્ટ્રાક્ટનું સોનું લગભગ 400 રૂપિયાની તેજી સાથે 84,187 ના ભાવ પર જોવા મળ્યું જ્યારે ફેબ્રુઆરી કોન્ટ્રાક્ટના ગોલ્ડમાં 813 રૂપિયાની દમદાર તેજી જોવા મળી અને 84,400 ના લેવલ પર પહોંચી ગયું હતું. મંગળવારે તે 83,586 ના સ્તરે બંધ થયું હતું. આ દરમિયાન માર્ચ કોન્ટ્રાક્ટની ચાંદી 96 રૂપિયાની તેજી સાથે 95,805 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે જોવા મળી જે કાલે 95,709 ના લેવલ પર બંધ થઈ હતી. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 1,313 રૂપિયા ઉછળીને સીધુ 84,323 રૂપિયાના સ્તરે પહોંચી ગયું જે કાલે 83,010 રૂપિયાના સ્તરે ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આજે 1,628 રૂપિયા કૂદીને 95,421 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ જે કાલે 93,793 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થઈ હતી. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

કેમ મોંઘુ થઈ રહ્યું છે સોનું
અબન્સ હોલ્ડિંગ્સ ના મુખ્ય કાર્યપાલક અધિકારી (સીઈઓ) ચિંતન મહેતાના જણાવ્યાં મુજબ વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકાઓ વચ્ચે સોમવારે સોનું નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યું હતું. જેનાથી રોકાણકારોએ ઉચ્ચ પ્રીમિયમ પર સુરક્ષિત રોકાણ વિકલ્પ ગણાતા સોના તરફ વળવું પડ્યું. મહેતાએ કહ્યું કે, જિયો પોલિટિકલ અનિશ્ચિતતાઓ વધી રહી ચે. કારણ કે કેનેડા અને મેક્સિકો પર  ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને એક મહિના માટે રોકવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે આ બધા વચ્ચે ચીનની કેન્દ્રીય બેંકે ડિસેમ્બરમાં સતત બીજા મહેને પોતાના સોનાના ભંડારમાં વધારો કર્યો. 

રોકાણકારોને સલાહ
રોકાણકારોએ સોનામાં રોકાણ કરતી વખતે બજારની સ્થિતિ અને વૈશ્વિક ઘટનાક્રમોને ધ્યાનમાં રાખવા જોઈએ. જો તમે લાંબા ગાળાનું રોકાણ કરતા હોવ તો સોનું એક સુરક્ષિત વિકલ્પ હોઈ શકે છે. જો કે ટૂંકાગાળાના રોકાણકારોએ બજારમાં ઉતાર ચડાવ પ્રત્યે સતર્કતા રાખવાની જરૂર છે. 

ખાસ નોંધ
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More