Home> Gujarat
Advertisement
Prev
Next

'25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ...', વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને કરાઈ હકાલ પટ્ટી...

પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાઇ છે. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે. ખુશ્બુના પરિવારજનો સાથે ZEE 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જેમાં 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાનું પરિવારે કબુલાત કરી હતી.

'25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ...', વડોદરાના લુણા ગામની ખુશ્બુ પટેલને કરાઈ હકાલ પટ્ટી...

ઝી બ્યુરો/વડોદરા: અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોને લઈ પ્રથમ વિમાન અૃતસર એરપોર્ટ આજે આવી પહોંચશે. અમેરિકાના વાયુસેનાના પ્લેનમાં કુલ 37 ગુજરાતીઓને પણ હકાલ પટ્ટી કરવામાં આવ્યા છે. પાદરા તાલુકાના લુણા ગામની ખુશ્બુ પટેલને પણ અમેરિકાથી પરત મોકલાઇ છે. ખુશ્બુ આજે અમૃતસર એરપોર્ટ પર આવી પહોંચશે. ખુશ્બુના પરિવારજનો સાથે ZEE 24 કલાકે ખાસ વાતચીત કરી હતી. જેમાં 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાનું પરિવારે કબુલાત કરી હતી.

fallbacks

અધુરું રહ્યું 37 ગુજરાતીઓનું અમેરિકાનું સપનું! લિસ્ટમાં છે આ 12 પાટીદાર અને 19 યુવતી

ગુજરાતીઓના આ લિસ્ટમાં 12 લોકો તો પાટીદાર છે. પરંતુ બીજી આશ્ચર્યની વાત એ છે કે 37 લોકોના લિસ્ટમાં સૌથી વધુ યુવતીઓનો સમાવેશ થાય છે. એટલે કે 37 જણાના લિસ્ટમાં 19 મહિલાઓ અને યુવતીઓનો સમાવેશ થાય છે.

અમેરિકાથી કાઢી મૂકેલા ગુજરાતીઓનું સામે આવ્યું લિસ્ટ; વિલે મોઢે પરત ફર્યા 205 ભારતીયો

આ સમગ્ર મામલે ખુશ્બુનાં પરિવારજનો દ્વારા ZEE 24 કલાક સાથે ખાસ વાતચીત કરી હતી. ખુશ્બુનાં પિતા જયંતિ પટેલે વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે, 25 દિવસ પહેલા ખુશ્બુ અમેરિકા ગઈ હોવાની પરિવારે કબૂલાત કરી હતી. તેમજ મીડિયાનાં માધ્યમથી ડિપોર્ટની માહિતી મળી હોવાનું જણાવ્યું હતું.

અમેરિકાથી તગેડી મૂકાયેલા ગેરકાયદે પ્રવાસીઓમાં આટલા બધા ગુજરાતીઓ?

ભારત પાછા મોકલવામાં આવેલા લોકોમાંથી 37 જેટલા ગુજરાતીઓનો સમાવેશ થાય છે. 37માંથી 12 લોકો મહેસાણા જિલ્લાના હોવાની માહિતી મળી રહી છે. મહેસાણાના વસાઈ, ડાભલા, ખેરવા, ચંદ્રનગર, ખણુસા, વિજાપુર, જોરણગના વ્યક્તિઓને ડીપોર્ટ કરાયા છે. હાલ અમેરિકાથી કાઢી મુકાયેલા લોકોના પરિવારજનો મૌન સેવી રહ્યા છે. પરિવારજનો હાલ કેમેરા સામે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More