Home> Business
Advertisement
Prev
Next

Latest Gold Rate: જલદી કરો...આજે પણ ઘટી ગયા સોનાના ભાવ, અમદાવાદ-રાજકોટમાં શું છે 10 ગ્રામ સોનાની કિંમત? જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: કિંમતી ધાતુઓ સોના અને ચાંદી છેલ્લા બે દિવસથી સતત નરમાઈ જોવા મળી રહી છે. સોનામાં અચાનક નરમાઈ પાછળ શું કારણ? આજે સોના અને ચાંદીના શું છે ભાવ....ખાસ જાણો. 

Latest Gold Rate: જલદી કરો...આજે પણ ઘટી ગયા સોનાના ભાવ, અમદાવાદ-રાજકોટમાં શું છે 10 ગ્રામ સોનાની કિંમત? જાણો લેટેસ્ટ રેટ

નવા મહિનાના પહેલા દિવસે આજે પણ સોના અને ચાંદીના ભાવમાં નબળાઈ છે. સતત ત્રીજા દિવસે સોનું આજે સસ્તું છે. ડોલર સૂચકાંકમાં મજબૂતી આવવાથી સોનાના ભાવ પર દબાણ વધ્યું છે. એક્સપર્ટ્સના જણાવ્યાં મુજબ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા મેક્સિકો અને કેનેડા પર નવા ટેક્સ લગાવવાની જાહેરાતથી ડોલરને સમર્થન મળ્યું, જેનાથી શરાફા બજારમાં નબળાઈ જોવા મળી છે. આ ઉપરાંત અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં સંભવિત કાપને ટાળવાની અટકળોએ પણ સોનાની માંગણી નબળી કરી છે. વૈશ્વિક બજારમાં વધતા આર્થિક દબાણ અને રોકાણકારોની સતર્કતાને પગલે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 

fallbacks

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું ગઈ કાલે એટલે કે શુક્રવારે સવારે 479 રૂપિયા ગગડીને 85,114 રૂપિયાની સપાટીએ પહોંચ્યું પરંતુ સાંજે 58 રૂપિયા ગગડીને 85056 રૂપિયા પર ક્લોઝ થયું. જ્યારે ચાંદી પણ કાલે ઓપનિંગ રેટમાં તૂટીને 93,601 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચી હતી જે સાંજ પડતા 121 રૂપિયા ગગડીને 93480 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. શનિવારે અને રવિવારે એસોસિએશનના રેટ્સ જાહેર થતા નથી. 

fallbacks

રિટેલ ભાવ પર ફેરવો નજર

કેવી રીતે નક્કી થાય છે સોનાનો ભાવ
ભારતમાં સોનાના ભાવ અનેક કારણોસર બદલાતા રહે છે. જેમ કે વિદેશી બજારોના ભાવ, સરકારના ટેક્સ અને રૂપિયાની કિંમતમાં ઉતાર ચડાવ. સોનું ફક્ત રોકાણ માટે નથી પરંતુ આપણી પરંપરાઓ અને તહેવારોનો મહત્વનો ભાગ પણ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારો સમયે તેની માંગણી વધે છે. જેનાથી ભાવ પણ ઉપર ચડતા જાય છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More