- શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સદ્ગુરૂ સાધુતાની મૂતિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સંતની દીક્ષા આપી તેને રવિવારે થશે 83 વર્ષ પૂર્ણ
- ઈ.સ. ૧૯૪૮માં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમણે જેમને સૌ પ્રથમ દિક્ષા આપી તેવા શ્રી આંનદપ્રિયદાસજી સ્વામી આફ્રિકા પધાર્યા હતા
- દુનિયામાં હિંદુસ્તાનનું નામ મોખરે છે તેનું કારણ એ જ છે કે સાધુસંતોએ પ્રજાનું ચારિત્ર્ય કેળવ્યું છે. યુરોપ, ચીન, જાપાન જેવા વિદેશોમાં પણ પ્રજાનું ચારિત્ર્ય ઘડનારા સાધુ-સંતો જ થઈ ગયા છે.
સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ: જીવનભર અપરિગ્રહ વ્રતનું દ્રષ્ટાંત પૂરું પાડનાર ગાંધીજીએ હરિજનબંધુમાં લખ્યું છે કે, હિંદના ઇતિહાસનું અધ્યયન કરું છું તેમાં અનેક રાજાઓ અને તેમની ફોજો તરફ મારું ધ્યાન ખેંચાતું નથી પણ પ્રજાના સાચા સેવકો કોણે આપ્યા એ તરફ દોરાય છે. હું જોઉં છું કે, વિવિધ સાધુ-સંતોએ પ્રવાસો કરીને અને ભગવાનનો દયાદાનનો સંદેશો ઘેરઘેર ફેલાવીને જેટલી રાષ્ટ્રસેવા કરી છે તેટલી બીજા કોઈએ કરી નથી. દુનિયામાં હિંદુસ્તાનનું નામ મોખરે છે તેનું કારણ એ જ છે કે સાધુસંતોએ પ્રજાનું ચારિત્ર્ય કેળવ્યું છે. યુરોપ, ચીન, જાપાન જેવા વિદેશોમાં પણ પ્રજાનું ચારિત્ર્ય ઘડનારા સાધુ-સંતો જ થઈ ગયા છે.
Aadhaar: ભારત સરકારે પ્રાઈવેટ કંપનીઓને આપી આ મોટી મંજૂરી, યૂઝર્સને ફાયદો કે નુકસાન?
ગુજરાતમાં અને સારાય ભારતમાં ચારિત્ર્ય ઘડતર કરવામાં અનેક સંતો અને સંપ્રદાયનો ફાળો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો પણ આ ભગીરથ કાર્યમાં આંખે આવીને વળગે તેવો છે. માટીપગા માનવીના જીવનની ઇમારત નીતિમત્તા અને ચારિત્ર્યના સંગીન પાયા પર ઘડી દેવાનું જે સંપ્રદાય પાસે દૈવત રહ્યું છે એ સંપ્રદાયના ધર્મધુરંધરો પાસે કેવી તાકાત હશે ! કેવી હશે તેમની ખુમારી ! કેવાં હશે તેમનાં કાર્યો કે જેને લઈને યુરોપ કે અમરિકાની આંગ્લ પ્રજા પણ જેમનાં દર્શન માટે, જેમની વાણી સાંભળવા માટે હવાતિયાં મારતી હશે.
એવા સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર ધર્મધુરંધર સંત એટલે શ્રી મુક્તજીવન સ્વામીબાપાના અને તેમને જેને સૌ પ્રથમ દીક્ષા આપી હતી તેવા સંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી...સ્વામિનારાયણ સંપ્રદાયના અત્યારે સારાય વિશ્વમાં અનેક મંદિરો સ્થાપાયા છે. હજારોની સંખ્યામાં સંતો - હરિભક્તો પણ છે. પરંતુ આ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ કયાં સંત સૌથી પ્રથમ વિદેશની ધરતી ઉપર ગયા? એ જાણવું ખૂબ જ જરૂરી છે.
કચ્છ નહીં, હવે ગુજરાતના આ શહેરમાં આવ્યો ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ
ઈ.સ. ૧૯૪૮માં સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને તેમણે જેમને સૌ પ્રથમ દિક્ષા આપી તેવા શ્રી આંનદપ્રિયદાસજી સ્વામી આફ્રિકા પધાર્યા હતા અને ત્યાં લગભગ પોણા ચાર મહિના રોકાયા હતા અને ભારતીય સંસ્કૃતિનાં સંસ્કારોનું તેમણે સિંચન કર્યું. ત્યાર પછી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો વિદેશ જતા થયાં..આજે એના કારણે વિશ્વના અનેક દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો વિકાસ સૌને આંખોને આંજી રહ્યો છે. તે આનંદ અને ગર્વની વાત છે… પરંતુ બલિહારી આ કાર્યની તો શ્રી મુક્તજીવન સ્વામીબાપા અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની જ ગણાશે.
'તને ખબર નથી કે તું કોની સાથે વાત કરી રહ્યો છે, હવે તું પતી ગયો', રાજનીતિમાં ખળભળાટ
ઊઠો, જાગો અને ધ્યેયપ્રાતિ સુધી મંડ્યા રહો......નો પ્રેરણાદાયી અદ્ભૂત લોકોને સંદેશો આપનાર મહાન વિભૂતિ અને ભારતમાં યુવાશક્તિને જગાડનાર સ્વામી વિવેકાનંદનું નામ તો તમે સૌએ સાંભળ્યું જ હશે. આ સ્વામી વિવેકાનંદજીના એક કાર્યે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું હતું. એ અદ્ભૂત કાર્ય હતું. સ્વામી વિવેકાનંદે શિકાગો(અમેરિકા)માં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં ૧૧મી સપ્ટેમ્બર,૧૮૯૩નાં રોજ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું. પોતાના એ પહેલા ભાષણમાં સ્વામીએ શ્રોતાઓને મિ. અને મિસિસ સંબોધનોથી ટેવાયેલ, અમેરિકનોને મારી બહેનો અને ભાઈઓ ! તરીકે સંબોધન કર્યું ત્યારે પરિષદમાં હાજરી આપનાર ૬ થી ૭ હજાર જેટલાં ધર્મધુરંધરો, પંડિતો અને વિવિધ ધર્મનાં પ્રતિનિધિઓએ તેમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતાં.
મોટા અવાજે DJ વગાડશો તો હવે ખેર નથી! કલેક્ટરે DJ સંચાલકોને આપી ચેતવણી, નહીં માનો તો.
આ સ્વામી વિવેકાનંદનું ભાષણ બહુ પ્રશંસા પામ્યું. અમેરિકાનાં ઘણાં અખબારોએ એના અહેવાલ મોટાં મથાળા સાથે પ્રસિદ્ધ કર્યાં હતાં. આ કાર્ય માટે આજે પણ આપણ સહુ ભારતીયોને ગર્વ છે. આવું જ સૌ ગર્વ લઈ શકે તેવું કાર્ય સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ ઈ.સ. ૧૯૭૦મા યુરોપના લંડન શહેરના ટ્રફાલગર સ્કેવર ખાતે કર્યું હતું. સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા માટે આફ્રિકા, યુરોપ ને અમેરિકાની ધરતી ઉપર તેઓ પધાર્યા અને તેમણે દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી યુક્ત પ્રજાને જ્ઞાન-દાને મુક્તિ આપી છે.
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્કેવર ઉપર ૧૭-૧૦-૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી હિન્દુ ધર્મનો વિજયધ્વજ લહેરાવ્યો હતો. આરબ દેશોમાં પણ અબુધાબી, અજમન - રસ - અલ ખીમાહ, શારજાહ આદિ વિવિધ સ્થળોએ પણ વિચરણ કરી પ્રજાને સંબોધી છે. ભારતીય સંસ્કૃતિ શું છે તે સમજાવ્યું છે. તેઓ જ્યાં-જ્યાં પધારે ત્યાં હિંદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી સૌ ધર્મના લોકો તેમના દિવ્ય પ્રતાપે ખેંચાઈ આવતા.
PM મોદી આજથી ગુજરાત પ્રવાસે: ગીરથી લઈને સોમનાથનાં દર્શન, જાણો શું છે સમગ્ર કાર્યક્રમ
તેથી જ કહેવાયું છે કે, પુષ્પ ખીલી સર્વત્ર સુવાસ ફેલાવે છે, જ્યારે સંત પ્રગટી સર્વત્ર સંસ્કાર પ્રસરાવે છે. આવા શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ અને તેમના પ્રથમ પટ્ટશિષ્ય શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ આવા અનેક કાર્યો કર્યા છે. જેનાથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. આપણે ફરી કોઈ વખત આ ઝી ન્યુઝ ર૪ કલાકના માધ્યમથી ફરી કોઈ વખત એમના કાર્યો વિશો વધુ જાણીશું.
પરંતુ તા 2 - 3 - 2025ને રવિવારના રોજ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના સંસ્થાપક સદ્ગુરૂ સાધુતાની મૂતિ શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને સંતની દીક્ષા આપી તેને ૮૩ વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે ત્યારે આપણે સહુ શ્રી મુક્તજીવન સ્વામીબાપાને અને શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને તેમણે કરેલા અદ્ભૂત કાર્યો માટે કોટી કોટી વંદન કરીએ અને તેમણે આપેલા જીવન સંદેશને આપણા જીવનમાં ઉતારી સુખિયા બનીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે