LPG Cylider Rate: તેલ કંપનીઓએ 31 જુલાઈની મોડી રાત્રે મોટી ખુશખબર આપી છે. સામાન્ય રીતે મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરે છે, પરંતુ આ વખતે તેમણે થોડા કલાકો પહેલા જ જાહેરાત કરીને લોકોને ખુશ કરી દીધા છે. તેલ કંપનીઓએ LPG સિલિન્ડરના ભાવમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 1 ઓગસ્ટ 2025થી સસ્તા સિલિન્ડર મળશે. જો કે, આનાથી તમારા રસોડાના બચતમાં કોઈ ફાયદો થશે નહીં.
1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડર થશે સસ્તો
ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એટલે કે 19 કિલોગ્રામના LPG સિલિન્ડરના કિંમતોને રિવાઈઝ કરતા તેમાં 33.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે. 1 ઓગસ્ટથી કોમર્શિયલ સિલિન્ડરના કિંમતમાં ઘટાડો થશે. જો કે, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવા દરો લાગુ થયા બાદ દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરનો ભાવ 1 ઓગસ્ટથી ઘટીને 1631.50 રૂપિયા થઈ જશે.
Oil marketing companies have revised the prices of commercial LPG gas cylinders. The rate of 19 kg commercial LPG gas cylinders has been reduced by Rs 33.50 effective from tomorrow. In Delhi, the retail sale price of a 19 kg commercial LPG cylinder will be Rs 1631.50 from August…
— ANI (@ANI) July 31, 2025
તમને જણાવી દઈએ કે, આ પહેલા 1 ફેબ્રુઆરીએ ઓઇલ કંપનીઓએ ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 1 એપ્રિલે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 41 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 1 જુલાઈ 2025ના રોજ કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ 58.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. હવે ફરી એકવાર એલપીજીના ભાવ ઘટાડીને લોકોને રાહત આપવામાં આવી છે.
તેલ કંપનીઓએ કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવ અને ટેક્સને ધ્યાનમાં રાખીને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જો કે, તમને આ ઘટાડાનો લાભ મળશે નહીં, કારણ કે ઘરેલુ સિલિન્ડર એટલે કે 14.2 કિલોગ્રામના સિલિન્ડર જે તમારા રસોડામાં ઉપયોગમાં લેવાય છે તેની કિંમત યથાવત રાખવામાં આવી છે. માત્ર 19 કિલોગ્રામના સિલિન્ડરનો ઉપયોગ હોટલ અને કેટરિંગમાં થાય છે. એટલે કે, રેસ્ટોરન્ટ અને હોટેલ વ્યવસાયીઓને આ ઘટાડાનો લાભ મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે