Home> Spiritual
Advertisement
Prev
Next

Good Luck Tips: તમને મની મેગ્નેટ બનાવી દેશે સવારે કરેલા આ કામ, જ્યાં જશો ત્યાં ધન વરસશે, ઘરમાં હંમેશા રહેશે સુખ-શાંતિ

Good Luck Tips: સવારે જાગીને ખાસ કામ કરી લેવામાં આવે તો આખો દિવસ વ્યક્તિ પોઝિટિવ રહે છે. સાથે જ ધન, સમૃદ્ધિ અને સૌભાગ્ય વ્યક્તિની સાથે હંમેશા રહે છે. આ કામ કયા છે ચાલો જાણીએ વિસ્તારથી.
 

Good Luck Tips: તમને મની મેગ્નેટ બનાવી દેશે સવારે કરેલા આ કામ, જ્યાં જશો ત્યાં ધન વરસશે, ઘરમાં હંમેશા રહેશે સુખ-શાંતિ

Good Luck Tips: વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં સુખ, સૌભાગ્ય, સંપત્તિ પ્રાપ્ત કરવાના સરળ ઉપાયો જણાવેલા છે. આ નિયમોનું પાલન કરનાર વ્યક્તિ ખૂબ ધન પ્રાપ્ત કરી શકે છે. આવા લોકો સકારાત્મક ઉર્જાથી છલોછલ હોય છે. નકારાત્મકતા, ગરીબી તેમની આસપાસ પણ ફરતાં નથી. જો કે આ કામ એટલા સરળ છે કે લોકોને લાગે કે તેને કરવાથી ફાયદો કેવી રીતે થાય ? પરંતુ તમે એકવાર આ કામ કરવાની શરુઆત કરી જુઓ પછી તમને તમારા જીવનમાં પોઝિટિવ ફેરફાર દેખાવા લાગશે. તો ચાલો જાણીએ સવારે જાગીને શું કરવું જોઈએ?

fallbacks

ધન-સમૃદ્ધિ અને ગુડ લક આપતાં સરળ કાર્યો

આ પણ વાંચો: દૈનિક રાશિફળ 1 ઓગસ્ટ: આજનો દિવસ મેષ, વૃષભ સહિતની રાશિઓને શુભ ફળ આપનારો, આજનું રાશિફળ

બ્રહ્મ મુહૂર્ત

શાસ્ત્રો અને આયુર્વેદમાં પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ. તેનાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. 

આ પણ વાંચો: સંતાન પ્રાપ્તિ માટે અચૂક ગણાય છે પુત્રદા એકાદશીનું વ્રત, જાણો આ વર્ષે કઈ તારીખે આવશે

હથેળીઓના દર્શન

સવારે જાગો એટલે પથારીમાં જ પલાઠી વાળી બેસવું અને બંને હાથની હથેળી જોડી અને દર્શન કરવા. હથેળીના દર્શન કરી કરાગ્રે વરસે લક્ષ્મી, કરમધ્યે સરસ્વતી, કરમૂલે તું ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ્ આ મંત્ર બોલવો. આ કામ કરીને દિવસની શરુઆત કરવાથી દિવસ સારો પસાર થાય છે. 

આ પણ વાંચો: સૂર્યદેવને અતિપ્રિય છે આ 3 રાશિઓ, આ લોકો રોજ સૂર્યને અર્ધ્ય આપે તો પણ થઈ જાય માલામાલ

સૂર્યને જળ

ત્યારબાદ સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરી તાંબાના લોટમાં જળ ભરો. તેમાં લાલ ફુલ, કંકુ અને ગોળ પધરાવો. આ જળથી સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરો. જળ અર્પણ કરતી વખતે ઓમ સૂર્ય દેવાય નમ: મંત્ર 11 વખત બોલો. આ કામ કરવાથી કરિયરમાં સફળતા મળશે અને આત્મવિશ્વાસ વધશે. કાર્યોમાં કોઈ બાધા નહીં આવે.

આ પણ વાંચો: બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન

મુખ્ય દ્વાર પર સ્વસ્તિક

ઘરના મુખ્ય દ્વારને પાણીથી સાફ કરી તેના પર સ્વસ્તિકનું ચિહ્ન બનાવો. આમ કરવાથી ઘરમાં નકારાત્મકતા નથી આવતી અને માં લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં વાસ કરે છે. 

આ પણ વાંચો: ઓગસ્ટ મહિનામાં ધનમાં આળોટશે 4 રાશિના લોકો, બુધ, શુક્ર, સૂર્ય વધારશે સંપત્તિ અને માન

ગાયને રોટલી

રોજ ઘરમાં જે રસોઈ બને તેમાં બનતી રોટલીમાંથી સૌથી પહેલી રોટલી ગાયને ખવડાવો. આમ કરવાથી બધા જ દેવી-દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ કામ રોજ કરવાથી સુતું ભાગ્ય જાગી જાય છે અને ઘરમાં ધન, ધાન્ય છલોછલ રહે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More