Home> Business
Advertisement
Prev
Next

LPG Price Cut: જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ

LPG Cylinder Price Cut: ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ જુલાઈ મહિના પહેલા દિવસે લોકોને મોટી રાહત આપી છે અને 19 કિલોના ગેસ સિલિન્ડરના ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દરો આજથી (1 જુલાઈ) અમલમાં આવ્યા છે.

LPG Price Cut: જુલાઈના પહેલા દિવસે જનતાને મળી સૌથી મોટી રાહત; LPG સિલિન્ડરના ભાવ ઘટ્યા, જાણો ફટાફટ

Commercial LPG Cylinder Price Cut: જુલાઈ મહિનાની શરૂઆતમાં લોકોને મોટી રાહત મળી છે અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) એ કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઘટાડ્યા છે. OMCs એ 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 58.5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. નવા દર આજથી (1 જુલાઈ) અમલમાં આવ્યા છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ પહેલા 1 જૂને 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 24 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

fallbacks

મુઝફ્ફરનગરમાં ગમખ્વાર અકસ્માત, ફ્લાયઓવર પરથી કાર ખાબકતા ગાંધીનગરના 4 યુવકોના મોત

હવે કેટલો થયો ગેસ સિલિન્ડરનો ભાવ? 
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા જાહેર કરાયેલા નવા ભાવ મુજબ દિલ્હીમાં 19 કિલોગ્રામ LPG સિલિન્ડર હવે 1665 રૂપિયામાં મળશે, જે પહેલા 1723.50 રૂપિયા હતો. તે જ સમયે કોલકાતામાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1769 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1826 રૂપિયા હતો. મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 1616 રૂપિયા થઈ ગયો છે, જે પહેલા 1674.50 રૂપિયા હતો. ચેન્નાઈમાં 19 કિલોગ્રામ સિલિન્ડર હવે 1823 રૂપિયામાં મળશે, જે પહેલા 1881 રૂપિયા હતો.

ગુજરાતમાં આ તારીખથી શરૂ થશે મેઘરાજાની બીજી ઈનિંગ! આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં 14 કિલોગ્રામનું ઘરેલું LPG સિલિન્ડર 853 રૂપિયામાં ઉપલબ્ધ છે. 

જયેશ રાદડિયા જેવો ખેલ થરા ભાજપના નેતાએ ખેલ્યો, કદાવર નેતાના ધમપછાડા છતાં ન ગાંઠ્યા

જ્યારે, કોલકાતામાં ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત 879 રૂપિયા, મુંબઈમાં 852.50 રૂપિયા અને ચેન્નાઈમાં 868.50 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે 8 એપ્રિલ, 2025 ના રોજ ઘરેલુ LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ 14.2 કિલોગ્રામ સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More