Home> World
Advertisement
Prev
Next

એલોન મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, કહ્યું- જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના ગાઢ મિત્ર ગણાતા અને સલાહકાર રહી ચૂકેલા એલોન મસ્કે હવે ટ્રમ્પના વન બિગ બ્યુટીફૂલ બિલ વિરુદ્ધ મોરચો માંડી દીધો છે. મસ્કે એવી પણ ચેતવણી આપી કે જો આ બિલ પાસ થશે તો તેઓ નવી પાર્ટી બનાવશે. 

એલોન મસ્કનો ટ્રમ્પને ખુલ્લો પડકાર, કહ્યું- જો બિલ પાસ થયું તો બીજા જ દિવસે નવી પાર્ટી બનાવીશ

એક સમયે ડોનાલ્ડ ટ્રમ્પના નીકટના સહયોગી અને સલાહકાર રહી ચૂકેલા એલોન મસ્કે અમેરિકી રાષ્ટ્રપતિના 'વન બિગ, બ્યુટીફૂલ બિલ'ની ફરી એકવાર આકરી ટીકા કરી છે. મસ્કે ટ્રમ્પના બહુચર્ચિત બિલને પાગલપણું અને સામાન્ય કરદાતાઓ પર બોજ ગણાવ્યો છે. આ સાથે જ તેમણે ચેતવણી આપી છે કે જો સીનેટ આ બિલને મંજૂરી આપે તો તેઓ બીજા જ દિવસે 'અમેરિકા પાર્ટી' નામથી એક નવા રાજકીય પક્ષને લોન્ચ કરશે. 

fallbacks

આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની પ્રમુખ નીતિ છે. જેમાં રક્ષા, ઉર્જા, અને સીમા સુરક્ષા માટે મોટા બજેટની માંગણી કરી છે પરંતુ પોષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં કાપની પણ જોગવાઈ છે. કોંગ્રેસના બજેટ કાર્યાલયે જણાવ્યું કે આગળના દસ વર્ષો મે, બિલ રાષ્ટ્રીય ખાદ્યને લગભગ 3.3 ટ્રિલિયન ડોલર સુધી વધારશે. 

મસ્કનો સીધો હુમલો- આ પોર્કી પિગ પાર્ટી છે
મસ્કે એક્સ (અગાઉ ટ્વિટર) પર  લખ્યું કે, આ બિલ પાંચ ટ્રિલિયન ડોલરને રેકોર્ડ દેવા મર્યાદાને વધારે છે. એ સ્પષ્ટ છે કે આપણે બધા હવે એક પાર્ટીવાળા દેશમાં રહીએ છીએ. 'પોર્કી પિગ પાર્ટી'! હવે સમય આવી ગયો છે એક એવી નવી પાર્ટીનો જે ખરેખર લોકોની પરવા કરતી હોય. 

તેમણે રિપબ્લિકન નેતાઓ, ખાસ કરીને હાઉસ ફ્રીડમ કોક્સના ચેરમેન એન્ડી હેરિસ ઉપર પણ આકરા હુમલા કર્યા અને કહ્યું કે, જો તમે સરકારી ખર્ચ ઓછું કરવાના નામ પર ચૂંટાયા છો અને પછી સૌથી મોટી કરજ મર્યાદા વધારનારા બિલ માટે મત આપતા હોવ તો તમને શરમ આવવી જોઈએ. 

જો બિલ પાસ થયું તો બીજા દિવસે નવી પાર્ટી બનશે- મસ્ક
એલોન મસ્કે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આ પાગલપણાવાળું બિલ પાસ થાય તો બીજા જ દિવસે 'અમેરિકા પાર્ટી'ની શરૂઆત કરીશ. અમે ડેમોક્રેટ-રિપબ્લિકનના આ યુનિપાર્ટી સિસ્ટમનો વિકલ્પ જોઈએ, જેથી કરીને લોકોનો અવાજ ઉઠાવી શકાય. 

ટ્રમ્પ સાથે મિત્રતા તૂટી
એક સમયે ટ્રમ્પના નીકટના સલાહકાર રહી ચૂકેલા એલોન મસ્કને ગવર્નમેન્ટ એફિશિયન્સી વિભાગના વડા પણ બનાવવામાં આવ્યા હતા, પરંતુ જલદી બંને વચ્ચે મતભેદ વધવા લાગ્યા. મસ્કે દાવો કર્યો હતો કે તેમના સમર્થન વગર ટ્રમ્પ ચૂંટણી હારી જાત. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More