How To Manage In Low Salary: ઓછો પગાર અને ઘરની જવાબદારી વચ્ચે જીવન મુશ્કેલ બની જાય છે. મધ્યમવર્ગના લોકો હંમેશા નાણાકીય મુશ્કેલીનો સામનો કરતા હોય છે. પરંતુ નિષ્ણાંતો પ્રમાણે સાચી યોજના અને થોડી સમજદારીથી ઓછી આવકમાં પણ નાણાકીય સ્થિરતા લાવી શકાય છે. બસ તે માટે સારૂ પ્લાનિંગ કરવું પડશે. પછી તમારો પગાર 15 હજાર હોય કે 50 હજાર. યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાથી અને બિનજરૂરી ખર્ચાઓ ઘટાડવાથી તમારા કોઈપણ નાણાકીય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. આ માટે, તમારે ફક્ત 40-30-20 અને 10 ના સૂત્રનું પાલન કરવું પડશે. 40 નો અર્થ એ છે કે તમારા પગારનો 40% ભાગ રહેવા, ખોરાક અને બાળકોની ફી જેવી આવશ્યક બાબતો પર ખર્ચ કરવો જોઈએ. તમારા દેવાથી મુક્તિ મેળવવા માટે તમારા પગારનો 30% ભાગ ખર્ચ કરો. તમારા પગારનો 20% ભાગ બહાર ખાવા અને મુસાફરી કરવામાં ખર્ચ કરો અને ભવિષ્ય માટે 10% બચાવો. આ કોઈપણ કટોકટીમાં તમારા માટે ઉપયોગી થશે.
બચત કરવા માટે શું કરવું (Money Saving Tips)
બજેટ બનાવવું જરૂરી
ઓછી આવકમાં સૌથી પહેલી અને મહત્વની જરૂરિયાત છે કે મહિનાનું બજેટ બનાવવું. તે માટે તમારી આવક અને ખર્ચનું લિસ્ટ બનાવો. કયા ખર્ચ જરૂરી છે અને કયા ટાળી શકાય છે, તેનો તફાવત સમજો.
'જરૂરિયાત' અને 'ઈચ્છા' વચ્ચેનો તફાવત સમજો
પછી ભલે તે કોઈ પ્રસંગ માટે નવા મોડેલના મોબાઈલ કે બ્રાન્ડેડ કપડાં ખરીદવાનું હોય કે પછી કોઈ મોંઘી હોટેલ કે રેસ્ટોરન્ટમાં બહાર જમવાનું હોય. આ બધું 'ઈચ્છા' ની શ્રેણીમાં આવે છે. જ્યારે ભાડું, રાશન, બાળકોનું શિક્ષણ અને દવાઓ - આ 'જરૂરિયાતો' છે. જ્યાં સુધી પગાર મર્યાદિત હોય ત્યાં સુધી 'જરૂરિયાતો' ને પ્રાથમિકતા આપો.
આ પણ વાંચોઃ શેર બજારનો પારસ પથ્થર, માત્ર 3 હજારના 1 દિવસમાં બનાવી દીધા 23 કરોડ રૂપિયા
કારણ વગર દેવું ન કરો
હંમેશા નોકરી કરનાર લોકો દેવું કરીને પોતાનું કામ ચલાવે છે. ખાસ કરીને જેનો પગાર ઓછો છે તે પોતાનું જીવન સુધારવા માટે ઘણા પ્રકારની લોનમાં ફસાઈ જાય છે. આમ કરવાથી બચો. કારણ કે આગળ ચાલી આ તમારા માટે બોજ બની જશે. આ સિવાય ક્રેડિટ કાર્ડનો સીમિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરો અને ઈએમઆઈની ઝંઝટમાં ફસાવાથી બચો.
નાના ખર્ચ પર રાખો નજર
દૈનિક ખર્ચમાં જેમ કે બહારની ચા, ઓનલાઈન શોપિંગ, કે વારંવાર ફૂડ ડિલિવરી જેવા ખોટા ખર્ચ ભારે પડે છે. દર મહિને તેના પર નજર રાખો અને તેને સીમિત કરવાનો પ્રયાસ કરો.
સાઇડ ઇનકમના માર્ગ શોધો
આજના ડિજિટલ યુગમાં, ફ્રીલાન્સિંગ, ટ્યુટરિંગ, બ્લોગિંગ અથવા યુટ્યુબ જેવા ઘણા વિકલ્પો છે જ્યાંથી તમે વધારાની આવક મેળવી શકો છો. તમે દરરોજ થોડા વધારાના કલાકો આપીને વધારાની આવક મેળવી શકો છો.
બચતની ટેવ પાડો
ભલે તમારો પગાર ઓછો હોય દર મહિને થોડી બચત કરવાની ટેવ જરૂર પાડો. શરૂઆત 200 કે 500 રૂપિયાથી કરો અને ધીમે-ધીમે તેને વધારો. નાની બચત પણ ભવિષ્ય માટે મોટો સહારો બની શકે છે.
ખુદમાં વધારાની સ્કિલ્સ અપડેટ કરો
ઓછી આવકથી બહાર નીકળવાનો સૌથી સારો વિકલ્પ પોતાની સ્પિલ્સને અપડેટ કરવાનો છે. તમે ઈચ્છો તો કોઈ ઓનલાઈન કોર્સ, ડિજિટલ સ્કિલ્સ કે ટ્રેડ સ્કિલમાં ટ્રેનિંગ લઈને ખુદને સારી નોકરી કે ફ્રીલાન્સિંગ માટે તૈયાર કરી શકો છો.
Money Saving Tips પર નિષ્ણાંતોનો મત
ઘણા નિષ્ણાંતો પ્રમાણે ઓછો પગાર હોવો તે સ્થાયી સ્થિતિ નથી. સમજદારી, અનુશાસન અને સ્કિલ અપગ્રેડથી વ્યક્તિ પોતાની આર્થિક સ્થિતિ સુધારી શકે છે. તે માટે જરૂરી છે કે પ્લાનિંગ સાથે ચાલવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે