Home> LifeStyle
Advertisement
Prev
Next

દર વર્ષે ભાગદોડમાં 2000 લોકોનાં થાય છે મોત, જો તમે ભીડમાં જવાના હોય તો આ 11 સેફ્ટી ટિપ્સ જાણી લેજો!

IPL 2025ની વિજેતા ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારોની સંખ્યામાં ચાહકો ટીમને વધાવવા માટે ઉપસ્થિત રહ્યાં હતા. પરંતુ ક્યારે આ આનંદની પળો મોતનાં તાંડવમાં ફેરવાઈ ગઈ તેનો ખ્યાલ ન રહ્યો. કોન્સર્ટ , રમતગમતનાં કાર્યક્રમો, પરેડ જેવા મોટાં કાર્યક્રમો ઉત્સાહની લહેર લઈને આવે છે પણ ઘણીવાર વઘારે ભીડ નિયંત્રણમાં ન આવતાં તે એક જીવલેણ ઘટના બની શકે છે. અગાઉ પણ દેશ-દુનિયામાં આવી ભયજનક ઘટનાઓ બની છે. 
 

દર વર્ષે ભાગદોડમાં 2000 લોકોનાં થાય છે મોત, જો તમે ભીડમાં જવાના હોય તો આ 11 સેફ્ટી ટિપ્સ જાણી લેજો!

IPL 2025: ઇન્ટરનેશનલ સિક્યુરિટી લીગ અનુસાર મોટી ભીડમાં થતી ઇજાઓના પરિણામે દર વર્ષે 2,000થી વધુ લોકો મૃત્યુ પામે છે. વર્ષ 1980માં ભારતના કોલકત્તાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિટમમાં ફૂટબોલ મેચ રમાઈ રહી હતી જેમાં બંને ટીમો વચ્ચે બબાલ મચી હતી. દરમિયાન દર્શકો રોષે ભરાયા અને સ્ટેડિયમાં ભાગદોડ થઈ જેમાં 16 લોકોના મોત થયા હતાં. બુધવારે ભારતના બેંગ્લોરમાં પણ વિક્ટ્રી પરેડ દરમિયાન 11 લોકોના મોત થયા હોવાનાં અહેવાલ સામે આવ્યા છે. આ પ્રકારની ઘટનાઓ બાદ લોકોમાં ડરનો માહોલ પેદા થાય તે સામાન્ય બાબત છે. આવા સમયે સલામતી માટે અમુક ધ્યાનમાં રાખવા જેવી ટિપ્સ છે ચાલો જાણીએ.

fallbacks

સ્થળ પર મુલાકાત લેતાં પહેલા ધ્યાનમાં રાખવા જેવી બાબતો...

યોગ્ય પોશાક પહેરો
મોટી ભીડ ધરાવતા કાર્યક્રમમાં હાજરી આપતી વખતે, યોગ્ય પોશાક પહેરવો મહત્વપૂર્ણ છે. ભીડમાં મોટાભાગની ઇજાઓ અયોગ્ય ડ્રેસિંગને કારણે પડી જવાથી થાય છે. આ પ્રકારનું જોખમ ઓછું કરવા ટ્રેનર અને બૂટ જેવા વ્યવહારુ જૂતા પહેરો. ઢીલા કપડાં અથવા એસેસરીઝ જેને સહેલાઈથી ખેંચી શકાય તે પહેરશો નહીં. વધુ થતી હિલચાલને કારણે જીન્સ અને ટી-શર્ટ જેવા આરામદાયક કપડાં પહેરો.

ખાતરી કરો કે તમારો ફોન સંપૂર્ણ ચાર્જ થયેલો હોય
તમારો ફોન સંપર્કમાં રહેવા માટે અને ટોર્ચ તરીકે બંને માટે મહત્વપૂર્ણ છે. તેને સંપૂર્ણ ચાર્જ અને વાઇબ્રેટ મોડમાં રાખો. વધુ સુરક્ષા માટે પાવર બેંક પણ સાથે રાખવી, અને ફોનને લો પાવર મોડ પર રાખવો. જો તમે અલગ થઈ જાઓ કે તો એકબીજાને ટ્રેક કરવા માટે GPS એપ્લિકેશનોનો ઉપયોગ કરો. ગૂગલ મેપ્સ અથવા વોટ્સએપ પર "શેર માય લોકેશન" ફીચરનો ઉપયોગ કરો. આ સુવિધા તમારા ફોનની બેટરી ઝડપથી ખાલી કરી શકે છે એટલે આખા દિવસ માટે લોકેશન શેર કરશો નહીં. તેને ચાલુ રાખવા માટે તમારા મિત્રો અથવા પરિવાર સાથે ચોક્કસ સમય નક્કી કરો. પરિવારજનો કે મિત્રોના મોબાઇલ નંબરો યાદ રાખો, જેથી ફોન ખોવાઈ ગયો હોય તો પણ તમે એકબીજા સાથે સંપર્ક કરી શકો. 

જરુરી સામગ્રીઓ સાથે રાખો
પાણી અને કેટલાક નાસ્તા તમારી સાથે રાખો કારણ કે હાઇડ્રેટેડ રહેવું મહત્વપૂર્ણ છે. તમારી સાથે ટોઇલેટ રોલ અથવા ટીશ્યુ અને હેન્ડ સેનિટાઇઝર સાથે લો.

વૈકલ્પિક રસ્તાઓ ધ્યાનમાં રાખો
ભીડવાળા વિસ્તારમાં જતાં પહેલા મનમાં સામાન્ય યોજના રાખવી ફાયદાકારક છે. તમે ક્યાં જઈ રહ્યા છો અને ત્યાં કેવી રીતે પહોંચવું તેનું અગાઉ આયોજન કરવું. જો તે સ્થળે પહોચવાનો રસ્તો ખૂબ ભીડવાળો હોય, તો વૈકલ્પિક માર્ગો વિશે વિચારો. યોજના બનાવવાથી તમને ઓછી ગભરાટ થશે અને વધુ ઝડપથી કાર્ય કરવામાં મદદ મળશે. જો તમે પ્રવાસી છો અને ફરવા જવાનું આયોજન કરી રહ્યા છો, તો ધ્યાન રાખો કે પ્રખ્યાત પ્રવાસીય સ્થળો પર ચોક્કસપણે ભીડ હશે. જેથી શક્ય હોય તો પીક સમયે જવાનું ટાળવું.  

વઘુ ભીડવાળા સ્થળે પહોચ્યાં બાદ ધ્યાનમાં રાખવાની બાબતો:

શાંત રહો અને ધ્યાન કેન્દ્રિત રાખો
વધું ભીડભાડવાળઆ વિસ્તારોમાં શાંત રહેવું એ સલામતીનું પ્રથમ પગલું છે. ધ્યાન રાખીને ચાલવું પણ તેટલું જ મહત્વપૂર્ણ છે. ઊંડા શ્વાસ લઈ, સકારાત્મક વલણ જાળવીને પોતાને યાદ અપાવો કે તમે સમસ્યાને હેન્ડલ કરી શકો છો. તમારા ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો અને તમારા મનમાંથી બધા નકારાત્મક વિચારો દૂર કરો.

આસપાસના વાતાવરણથી વાકેફ રહો
મોટી ભીડમાં સુરક્ષિત રહેવાના સૌથી મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક એ છે કે હંમેશા સતર્ક રહેવું. અસામાન્ય વર્તણૂકો, અજાણી વસ્તુઓ, અસ્પષ્ટ ગંધ, અથવા શંકાસ્પદ ગતિ કે પેટર્ન પર મુસાફરી કરતા વાહનોથી સાવચેત રહો અને તમે જો કંઈ શંકાસ્પદ જુઓ છો તો તેની જાણ કરવામાં ડરશો નહીં.

અંગત સામાનને સુરક્ષિત રાખો
મોટી ભીડ પિકપોકેટરો માટે મુખ્ય શિકારની તક બની શકે છે. તેથી તમારા સામાનને જરૂરિયાત મુજબ મર્યાદિત રાખવો. તમારું આઈ.ડી., રોકડ, એક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ અને તમારો ફૂલ ચાર્જ થયેલ મોબાઇલ ફોન જેવી જરુરી ચીજવસ્તુઓને જ સાથે રાખવી. મોંઘા દાગીના અથવા અન્ય મૂલ્યવાન વસ્તુ પહેરવાનું ટાળો. તે ભીડમાં સરળતાથી ખોવાઈ શકે. તમારા આગળના ખિસ્સામાં અથવા ક્રોસબોડી બેગમાં મહત્વપૂર્ણ વસ્તુઓ રાખો.

બાળકો પર નજર રાખો
જો તમારી સાથે બાળકો હોય, તો તેમના પર નજર રાખો અને તમારા ફોન નંબર તેમના ખિસ્સામાં મૂકો જેથી બાળકો અલગ થઈ જાઓ તો તેઓ સરળતાથી તમારો સંપર્ક કરી શકે. વધુ મહત્વનું, ખાતરી કરો કે તેઓ જાણે છે કે જો તેઓ ખોવાઈ જાય તો કોની પાસે જવું (પોલીસ અધિકારીઓ, ઇવેન્ટ સુરક્ષા, વગેરે).

બહાર નીકળવાના રસ્તાઓ શોધો અને ઓળખો
કાર્યક્રમમાં પહોંચ્યા પછી આસપાસના વિસ્તારને ખૂબ સારી રીતે જુઓ. સ્થળના બધા બહાર નીકળવાના રસ્તાઓ ઓળખો, ખાસ કરીને તમારી નજીકના રસ્તાઓ. તમે કઈ રીતે અંદર આવ્યા છો તે જાણવું પૂરતું નથી. જો ગભરાટ ફેલાય તો ઘણા લોકો સહજ રીતે જ્યાંથી પ્રવેશ્યા છે ત્યાથી બહાર નીકળવાનો પ્રયાસ કરશે, તેવા સમયે તમારે વિકલ્પોની જરૂર રહે છે.

જો તમે અલગ થાઓ તો એક યોજના બનાવો
જો તમે પરિવાર અથવા મિત્રોથી અલગ થાઓ તો એક યોજના બનાવો. તમે કાર્યક્રમમાં પ્રવેશતાંની સાથે જ એક ચોક્કસ જગ્યા નક્કી કરો જેને તમે તમારા મીટિંગ સ્થાન તરીકે ઓળખી શકો. જો કોઈ અલગ થઈ જાય તો કોઈ ચોક્કસ પ્રતિમા, પ્રવેશદ્વાર પર પાછા ફરવાનું નક્કી રાખો. બાથરૂમ અથવા ફૂડ સ્ટેન્ડમાં જતા સમયે હંમેશા તમારા મિત્રો અથવા પરિવારના જૂથમાં જાઓ.

લોકોને સ્ટેજની નજીક કાર્યક્રમ જોવાનું ગમે છે, એટલે પાછળનો ભાગ ઓછો ભીડવાળો હોવાની શક્યતા રહે છે. પરંતુ જો તમે ખરેખર સ્ટેજની નજીક આગળના ભાગે રહેવા માંગતા હો, તો સ્ટેજની સામે સુરક્ષા રેલિંગની પાસે રહેવાનું ટાળો. જો ભીડ ખૂબ ગીચ થાય તો આગળના ભાગના લોકો ઘાયલ થવાની સંભાવના વધુ રહે છે, જેના કારણે બહાર નીકળવું મુશ્કેલ બની જાય છે. ભીડ વધી રહી છે તેવા ચેતવણી ચિહ્નો પર ધ્યાન આપો. જો તમને તમારી આસપાસના લોકો ધક્કો મારી રહ્યા હોય, તો તે સંભવતઃ એક સંકેત છે કે કાર્યક્રમ અસુરક્ષિત બની રહ્યો છે.

મોટી ભીડમાંથી તમારો રસ્તો કેવી રીતે શોધવો
સીધા જવાનો પ્રયાસ કરવાને બદલે જૂથના છેડા પર ત્રાંસા રીતે આગળ વધવાનો પ્રયાસ કરો. તમારી જાતને વધુ શ્વાસ લેવાની જગ્યા આપવા માટે હાથ ઉપર અને હલનચલન ન થતી હોય ત્યારે પગ જમીન પર મજબૂત રીતે રાખો. છેલ્લે, જો તમે ભીડમાં ફસાઈ જાઓ છો તો તમારા શરીરને સુરક્ષિત રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરો, પછી શક્ય તેટલી વહેલી તકે પાછા ઉભા થાઓ. જો ગભરાટ થતી હોય તો ઊંડા અને ધીમે ધીમે શ્વાસ લેવાનું યાદ રાખો.

વધુ માણસો ઉમટી પડ્યા હોય ત્યારે લોકોની મોત થવાની ઘટનાઓ દુર્લભ છે, પરંતુ તે બની શકે છે. આ પ્રકારની સંભાવનાઓને ગણકારી શકાય નહી. અહી ઉલ્લેખ કરેલી પદ્ધતિઓનો યોગ્ય અમલ કરી તમે સરળતાથી અને આત્મવિશ્વાસથી સાથે બહાર નીકળી શકો છો. આગોતરી તૈયારી કરવાનું, શારીરિક રીતે જાગૃત અને સતર્ક રહેવાનું રહેવાનું યાદ રાખો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More