Home> Business
Advertisement
Prev
Next

નાની ઉંમરે અઢળક સંપત્તિના માલિક બની ગયા મુકેશ અંબાણીના બંને પુત્રો, નેટવર્થ જાણી ચોકી જશો

Anant And Akash Ambani: 360 વન વેલ્થ અને ક્રિસિલે તેમના અભ્યાસમાં 2013 શ્રીમંત ભારતીયોનો સમાવેશ કર્યો હતો. મુકેશ અંબાણીના બે પુત્રો આકાશ અને અનંત અંબાણી આ યાદીમાં ટોચ પર છે.

 નાની ઉંમરે અઢળક સંપત્તિના માલિક બની ગયા મુકેશ અંબાણીના બંને પુત્રો, નેટવર્થ જાણી ચોકી જશો

Anant And Akash Ambani: મુકેશ અંબાણીના બંને પુત્રો આકાશ અને અનંત અંબાણી સંયુક્ત રૂપથી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે. 360 વન વેલ્થ (પહેલા IIFL વેલ્થ) અને ક્રિસિલના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે કે સૌથી ધનીક ભારતીયોના લિસ્ટમાં અનંત અને આકાશ અંબાણી 3.59 લાખ કરોડની કુલ સંપત્તિ સાથે ટોપ પર છે.

fallbacks

લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા 2013 ધનીક ભારતીય
360 વન વેલ્થ અને ક્રિસિલે પોતાના આ સ્ટડીમાં આવા 2013 ભારતીયોને સામેલ કર્યા, જેણે પોતાની મહેનત અને ઈચ્છાશક્તિના દમ પર સંપત્તિ બનાવી. આ બધા વ્યક્તિઓની સંપત્તિ કુલ મળી લગભગ 100 લાખ કરોડ રૂપિયા છે, જે દેશની GDP નો લગભગ એક તૃતીયાંશ ભાગ છે. આ રિપોર્ટમાં માત્ર તે લોકોને સામેલ કરવામાં આવ્યા છે, જેની પાસે ઓછામાં ઓછા 500 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

મુંબઈમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ
રિપોર્ટમાં તે વાત પણ સામે આવી છે કે મુંબઈ ભારતનું નાણાકીય કેપિટલ બનતું જઈ રહ્યું છે. અહીં રહેતા 577 વ્યક્તિ 360 વન વેલ્થ અને ક્રિસિલના સૌથી ધનીક ભારતીયોના લિસ્ટમાં સામેલ છે, જેની કુલ સંપત્તિમાં 40 ટકા સુધીની ભાગીદારી છે. 17 ટકા ભાગીદારી સાથે દિલ્હી બીજા, 8 ટકા ભાગીદારી સાથે બેંગલુરૂ ત્રીજા અને 5 ટકા ભાગીદારી સાથે અમદાવાદ ચોથા સ્થાને છે.

આ પણ વાંચોઃ 5 વર્ષમાં 35000% રિટર્ન, 20 પૈસાના સ્ટોકે 1 લાખના બનાવી દીધા 3.50 કરોડ રૂપિયા

40 વર્ષથી ઓછી ઉંમરે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો
આ યાદીમાં 40 વર્ષથી ઓછી ઉંમરના 143 વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે જેમણે અઢળક સંપત્તિ બનાવી છે, જેમાંથી ઘણાએ ડિજિટલ સાહસો દ્વારા આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ભારતપેના સહ-સ્થાપક શાશ્વત નાકરાણી 27 વર્ષની ઉંમરે આ યાદીમાં સામેલ થનારા સૌથી યુવા વ્યક્તિ છે. આ યાદીમાં 161 વ્યક્તિઓ પાસે 10,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે, જ્યારે 169 વ્યક્તિઓ પાસે 5000 કરોડ રૂપિયાથી 10,000 કરોડ રૂપિયાની વચ્ચેની સંપત્તિ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા ગ્રુપ અને અદાણી ગ્રુપ જેવા ઘણા મોટા કોર્પોરેટ ગૃહોના પ્રમોટરો પાસે લગભગ 36 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. રિપોર્ટ અનુસાર, બેંકિંગ, ટેલિકોમ અને ઉડ્ડયન ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો પાસે સૌથી વધુ સંપત્તિ છે, જે 7,900 કરોડ રૂપિયાથી 8,500 કરોડ રૂપિયાની વચ્ચે છે. ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઘણા ધનિક લોકોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેમના પછી, નાણાકીય સેવાઓ અને આઇટી સાથે સંકળાયેલા લોકોનો સમાવેશ થાય છે.

મહિલાઓનું યોગદાન
ભારતની કુલ સંપત્તિમાં મહિલાઓની ભાગીદારી 24 ટકા છે. તેમાં ફાર્માસ્યુટિકલ સેક્ટર સાથે જોડાયેલી મહિલાઓની ભાગીદારી સૌથી વધુ 33 ટકા છે, ત્યારબાદ નાણાકીય સર્વિસની મહિલાઓની ભાગીદારી 24 ટકા છે. ઈશા અંબાણી આ લિસ્ટમાં સૌથી ધનવાન મહિલા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More