Home> Sports
Advertisement
Prev
Next

IND vs ENG : ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર, પ્રથમ ટેસ્ટ પહેલા મેચ વિનર ખેલાડી ઈજાગ્રસ્ત

India vs England Test : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી 5 ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થઈ રહી છે. તે પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર આવ્યા છે. લગભગ આઠ વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરનાર કરુણ નાયર ઈજાગ્રસ્ત થયો છે.

IND vs ENG : ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર, પ્રથમ ટેસ્ટ પહેલા મેચ વિનર ખેલાડી ઈજાગ્રસ્ત

India vs England Test : ભારત 20 જૂનથી લીડ્સના હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા જોરદાર તૈયારી કરી રહી છે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડર બેટ્સમેન કરુણ નાયર બુધવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. કરુણ નાયર 8 વર્ષ પછી ભારતીય ટેસ્ટ ટીમમાં પરત ફર્યો છે અને એવું માનવામાં આવે છે કે તેને પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવી શકે છે.

fallbacks

પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર ઈજાગ્રસ્ત

કરુણ નાયરને 2017 પછી ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. નેટ સેશન દરમિયાન ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાનો ફાસ્ટ બોલ કરુણને પાંસળી પર વાગ્યો હતો. 33 વર્ષીય ખેલાડી આ ઈજાથી અસ્વસ્થ દેખાતો હતો. જોકે, તેણે ટૂંક સમયમાં બેટિંગ ફરી શરૂ કરી હતી. તેના બેટિંગ સેશન પછી, તેણે સપોર્ટ સ્ટાફ અને ટીમના સભ્યોને જ્યાં બોલ વાગ્યો હતો તે બતાવ્યો હતો.

BCCIને લાગ્યો મોટો ઝટકો, IPLમાંથી બહાર કરેલી ટીમને ચૂકવવા પડશે રૂપિયા 538 કરોડ

નેટ સેશનમાં પરેશાન દેખાયો નાયર 

થોડી ઈજા છતાં નેટમાં નાયરના પ્રદર્શને ચિંતા વધારી. શરૂઆતમાં તે જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ સામે સંઘર્ષ કરતો જોવા મળ્યો. ઓફ સ્ટમ્પની બહાર બોલ સામે તે ખચકાટ અનુભવતો હતો. સ્પિન સામે પણ તેની મુશ્કેલીઓ ચાલુ રહી. રવિન્દ્ર જાડેજાએ તેને એકવાર ક્લીન બોલ્ડ કર્યો. નાયરે બેટિંગ કોચ શિતાંશુ કોટક સાથે પણ વાત કરી અને તેની રમત સુધારી.

2016માં સદી ફટકારી

કરુણ નાયરે ડિસેમ્બર 2016માં તેની ત્રીજી ટેસ્ટમાં ત્રેવડી સદી ફટકારી હતી. આ પછી કરુણ નાયરે ત્રણ વધુ ટેસ્ટ રમી હતી, જે બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચમાં 62.33ની સરેરાશ સાથે 374 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 303 રન છે. માર્ચ 2017માં ઓસ્ટ્રેલિયા સામે ધર્મશાલા ટેસ્ટ પછી તેને બહાર કરવામાં આવ્યો હતો.

ઘરેલુ મેચોમાં રન બનાવ્યા

કરુણે આ પછી ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે ટીમમાં આવ્યો નહીં. તેમ છતાં નાયરે હાર ન માની. રણજી ટ્રોફીની 2024-25 સીઝનમાં તેનું શાનદાર પ્રદર્શન હતું. નાયરે 9 મેચમાં 53.94ની ઉત્તમ સરેરાશથી 863 રન બનાવ્યા. નાયરે આ સિઝનમાં 4 સદી અને 2 અડધી સદી ફટકારી. આ ઉપરાંત, તેણે વિજય હજારે ટ્રોફીમાં પણ જોરદાર બેટિંગ કરી. નાયરે 9 મેચમાં 779 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 5 સદી ફટકારી. આ શાનદાર પ્રદર્શન પછી નાયરને ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More