Home> Business
Advertisement
Prev
Next

ખૂબસૂરત સ્ટોકે કર્યા બરબાદ, એક સમયે કર્યો હતો રૂપિયાનો વરસાદ, હવે તળિયે પહોંચી કિંમત

Khoobsurat Ltd Share: શેર માર્કેટમાં તેજીને કારણે ઘણા પેની સ્ટોક ઉપર ગયા છે. તો કેટલાક એવા શેર છે જેણે ક્યારેક ઈન્વેસ્ટરોને જબરદસ્ત રિટર્ન આપ્યું હતું અને હવે ધડામ થઈ ગયા છે. તેમાંથી એક શેર ખૂબસૂરત લિમિટેડ કંપનીનો છે.

ખૂબસૂરત સ્ટોકે કર્યા બરબાદ, એક સમયે કર્યો હતો રૂપિયાનો વરસાદ, હવે તળિયે પહોંચી કિંમત

નવી દિલ્હીઃ શેર માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી તેજી જોવા મળી રહી છે. તેની અસરને કારણે ઘણા પેની સ્ટોકની કિંમત પણ વધી રહી છે, જે ધડામ થઈ ગયા હતા. તેમાંથી કેટલાક સ્ટોકે ઈન્વેસ્ટરોને બમ્પર રિટર્ન આપ્યું છે. તેમાંથી એક શેર ખૂબસૂરત લિમિટેડ (Khoobsurat Ltd) પણ છે. છેલ્લા એક મહિનામાં આ શેર 15 ટકાથી વધુ રિટર્ન આપી ચુક્યો છે. પરંતુ તેમાં કેટલોક ઘટાડો થયો છે. કાલે શુક્રવારે આ શેર 1.72 ટકાની તેજી સાથે 59 પૈસા પર બંધ થયો હતો.

fallbacks

આ શેર પોતાના 5 વર્ષના ઓલ ટાઈમ હાઈથી ખૂબ નીચે ટ્રેડ કરી રહ્યો છે. તેણે એક સમયે ઈન્વેસ્ટરોને ઓછા સમયમાં જબરદસ્ત રિટર્ન આપ્યું હતું. પરંતુ હવે તેની કિંમતમાં ઘટાડો શરૂ થયો. તેની કિંમત 5 વર્ષના ઓલ ટાઈમ હાઈના મુકાબલે તળિયે પહોંચી ગઈ છે.

3 મહિનામાં 2000%થી વધુ રિટર્ન
આ શેર વર્ષ 2022ની શરૂઆતમાં ધમાલ મચાવી ચુક્યો છે. ડિસેમ્બર 2021ની શરૂઆતમાં આ કંપનીના એક શેરનો ભાવ આશરે 17 પૈસા હતો. ત્યાંથી તેણે છલાંગ લગાવવાની શરૂ કરી. આ વધારો ત્રણ મહિના સુધી રહ્યો. માર્ચ 2022મા શેર 3.57 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ તેનું હાઈ સ્તર હતું. તેવામાં આ સ્ટોકે આશરે ત્રણ મહિનામાં ઈન્વેસ્ટરોને 2000 ટકાથી વધુનું રિટર્ન આપ્યું હતું. તે સમયે જે ઈન્વેસ્ટરોએ તેમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, 3 મહિનામાં તે 20 લાખ રૂપિયાથી વધુ થઈ ગયા હશે.

આ પણ વાંચોઃ સતત તૂટી રહ્યો છે આ શેર, 1377 રૂપિયાથી ઘટી 73 રૂપિયા થયો ભાવ, રડાર પર છે કંપની

20 રૂપિયાથી વધુ છે ઓલ ટાઈમ હાઈ કિંમત
આ કંપની શેર માર્કેટમાં જુલાઈ 2013મા લિસ્ટ થઈ હતી. તે સમયે તેની કિંમત 1.51 રૂપિયા હતી. ત્યારબાદ શેરમાં તેજી જોવા મળી. જાન્યુઆરી 2014મા તે 20 રૂપિયા પર પહોંચી ગયો હતો. ત્યારબાદ કંપનીના શેરની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો હતો. સમય-સમય પર આ કંપનીના શેરમાં ઉતાર-ચઢાવ આવતો રહ્યો છે. જૂન 2017થી લઈને નવેમ્બર 2021 સુધી તેની કિંમત લગભગ સ્થિર રહી હતી. ડિસેમ્બર 2021મા તેમાં ફરી વધારો આવ્યો હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More