Home> Sports
Advertisement
Prev
Next

GT vs SRH : અમ્પાયર સાથે બબાલ બાદ શુભમન ગિલે અભિષેક શર્માને મારી લાત, ઘટના કેમેરામાં કેદ, જુઓ Video

GT vs SRH : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની મેચ ઘણી ચર્ચામાં રહી હતી. આ મેચમાં ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ ખાસ ચર્ચામાં રહ્યો હતો. આ મેચમાં શુભમન ગિલ અભિષેક શર્માને લાત મારતો હોય ત પ્રકારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

GT vs SRH : અમ્પાયર સાથે બબાલ બાદ શુભમન ગિલે અભિષેક શર્માને મારી લાત, ઘટના કેમેરામાં કેદ, જુઓ Video

GT vs SRH : શુક્રવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ ખૂબ જ ચર્ચામાં રહ્યો. ગિલ પહેલા શાનદાર બેટિંગના કારણે ચર્ચામાં રહ્યો. તેણે 38 બોલમાં 76 રનની તોફાની ઇનિંગ રમી હતી. ત્યાર બાદ તે એક વાર નહીં પણ બે વાર અમ્પાયર સાથે બબાલ કરતો જોવા મળ્યો. એટલું જ નહીં, પરંતુ આ પછી તેનો બીજો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે હૈદરાબાદના ઓપનર અભિષેક શર્માને લાત મારતો જોવા મળી રહ્યો છે. 

fallbacks

શુભમન ગિલને અભિષેક શર્માએ લાત મારી 

સનરાઇઝર્સ હૈદરાબાદની ઇનિંગ્સની 14મી ઓવરમાં ઘણો ડ્રામા થયો હતો. અભિષેક સામે LBW અપીલ હતી, જેને અમ્પાયરે નોટ આઉટ જાહેર કરી હતી. આ પછી ગુજરાતે DRS લીધો, બોલ ટ્રેકિંગમાં જોઈ શકાતું હતું કે બોલ સ્ટમ્પને અથડાતો હતો. પરંતુ થર્ડ અમ્પાયરે નિર્ણય અપ્પાયર કોલ આપ્યો. પરંતુ બોલ ટ્રેકિંગ દરમિયાન બોલ ક્યાં પિચ કરી રહ્યો છે તે બતાવવામાં આવ્યું નહોંતું. આ પછી હોબાળો થયો.

 

આ બાબતે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલની અમ્પાયર સાથે બબાલ થઈ. જો કે, ત્યારબાદ હૈદરાબાદના અભિષેક શર્માએ તેને શાંત પાડ્યો. આ પછ જ્યારે અભિષેક શર્મા જમીન પર બેઠો હતો અને ફિઝિયો તેને જોઈ રહ્યા હતા, ત્યારે શુભમન ગિલ તેની પાસે આવ્યો અને રમૂજમાં અભિષેકને લાત મારી. તમને જણાવી દઈએ કે બંને વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સારું છે. બંને ખૂબ સારા મિત્રો છે.

ગુજરાતે હૈદરાબાદને 38 રને હરાવ્યું

IPL 2025ની 51મી મેચમાં ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 38 રને હરાવ્યું. હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી. GTએ પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદને 225 રનનો ટાર્ગેટ આપ્યો. પરંતુ ગુજરાતે તેને 186 રન જ કરવા દીધા હતા. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સના હવે 14 પોઈન્ટ થઈ ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More