Home> Business
Advertisement
Prev
Next

Multibagger Stock: આ સ્ટોકે કર્યો રૂપિયાનો વરસાદ, 1 લાખના બનાવી દીધા 60 લાખ

આ કંપનીના સ્ટોકે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 5900 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું છે અને ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે આશરે 3211 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે.
 

  Multibagger Stock: આ સ્ટોકે કર્યો રૂપિયાનો વરસાદ, 1 લાખના બનાવી દીધા 60 લાખ

Multibagger Stock: શેર બજાર એક જોખમી રમત છે. નવા ખેલાડીઓ માટે તેમાં ખતરો સૌથી વધુ હોય છે. પરંતુ જો સાચા સ્ટોકની પસંદગી કરવામાં આવે તો તમે મોટા પૈસા બનાવી શકો છો. પરંતુ જરૂર છે તમારૂ થોડું ધૈર્ય બનાવી રાખો. સાથે કેટલાક પૈસાનું રોકાણ લાંબા સમય સુધી કરવું પડશે.

fallbacks

અમે એક સ્ટોક વિશે તમને જણાવી રહ્યાં છીએ, જેણે ઈન્વેસ્ટરોને જોરદાર રિટર્ન આપ્યું છે અને એક લાખના પાંચ વર્ષમાં 60 લાખ બનાવી દીધા છે. આ સ્ટોક છે આરએમસી સ્વિચગિયર્સ.

રોકાણથી બન્યા મોટા પૈસા
આ કંપનીના સ્ટોકમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 5900 ટકાની જોરદાર તેજી આવી છે અને ત્રણ વર્ષમાં આ મલ્ટીબેગર સ્ટોકે આશરે 3211 ટકાનું શાનદાર રિટર્ન આપ્યું છે. આ કારણ છે કે એક સમયે 13 રૂપિયામાં મળતા આ શેરની કિંમત 775 રૂપિયાના સ્તર પર પહોંચી ગયો છે.

આપણ વાંચોઃ પગાર ઓછો છે? કોઈ વાંધો નહીં, 40-30-20-10 ફોર્મ્યુલા અપનાવો, થશે પૈસાનો વરસાદ

શરૂઆતમાં આ શેરમાં ઘટાડો જોવા મળ્યો અને 2018થી લઈને 2020 સુધી આ સ્ટોકની કિંમત 75 ટકા ઘટી ગઈ હતી. પરંતુ ત્યારબાદ તેણે ગતિ પકડી અને વર્ષ 2021માં તેમાં આશરે 45 ટકાની તેજી જોવા મળી હતી. ત્યારબાદ બે વર્ષમાં સ્ટોકે શાનદાર રિટર્ન આપ્યું હતું. વર્ષ 2022મા આ સ્ટોકે 1039 ટકા તો 2024મા83 ટકાનું જબરદસ્ત રિટર્ન આપ્યું હતું.

સ્વિચગિયર્સ કંપનીની સ્થિતિ
ગયા વર્ષે RMC સ્વિચગિયર્સનો ચોખ્ખો નફો રૂ. 31.45 કરોડ હતો, જે વાર્ષિક ધોરણે 111.2 ટકાનો જંગી વધારો દર્શાવે છે. ગયા વર્ષના બીજા ભાગમાં, કંપનીનો ચોખ્ખો નફો રૂ. 21.26 કરોડ હતો, જ્યારે એક વર્ષ પહેલા સમાન સમયગાળા દરમિયાન તે રૂ. 6.83 કરોડ હતો.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More