Stock Market News: નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેર રેકોર્ડ હાઈ પર પહોંચી ગયા છે. ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર સોમવાર 23 જૂને તેજીની સાથે 416.95 રૂપિયા પર પહોંચી ગયા છે. છેલ્લા 4 મહિનામાં આ કંપનીના શેરમાં 62 ટકાથી વધુની તેજી જોવા મળી છે. ભારત ઈલેક્ટ્રોનિક્સના સ્ટોકે 10 વર્ષમાં 1 લાખ રૂપિયાના રોકાણને એક કરોડથી વધુનું બનાવી દીધું છે. કંપનીએ બોનસ શેરના દમ પર આ કમાલ કર્યો છે. કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ત્રણ વખત બોનસ શેર આપ્યા છે.
BEL એ ત્રણ વખત આપ્યા બોનસ શેર
નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ છેલ્લા 10 વર્ષમાં ઈન્વેસ્ટરોને બોનસ શેર આપ્યા છે. કંપનીએ સપ્ટેમ્બર 2015મા 2:1 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા. એટલે કે કંપનીએ દર 1 શેર પર બે બોનસ શેર આપ્યા હતા. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) એ 2017મા 1:10 ના રેશિયોમાં બોનસ શેર આપ્યા. કંપનીએ દર 10 શેર પર શેરધારકોને એક શેર બોનસ આપ્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર 2022મા ઈન્વેસ્ટરોને 2:1 રેશિયોમાં બોનસ શેર આપ્યા હતા.
1 લાખ રૂપિયાના આ રીતે બનાવ્યા 1 કરોડથી વધુ
ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના શેર 12 જૂન 2015ના 32.86 રૂપિયા પર હતા. જો કોઈ વ્યક્તિએ 12 જૂન 2025ના 1 લાખ રૂપિયાથી ભારત ઈલેક્ટ્રોનિક્સના શેર ખરીદ્યા હોત તો તેને કંપનીના 3040 શેર મળત. નવરત્ન કંપનીએ સપ્ટેમ્બર 2015થી લઈને અત્યાર સુધી ઈન્વેસ્ટરોને ત્રણ વખત બોનસ શેર આપ્યા છે. જો કંપની તરફથી આપવામાં આવેલા બોનસ શેરને જોડવામાં આવે તો કુલ શેરની સંખ્યા વધી 30096 પહોંચી જાય છે. ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડના શેર સોમવારે 416.95 રૂપિયા પર કારોબાર કરી રહ્યાં છે. તેવામાં 30096 શેરની વર્તમાન વેલ્યુ વધીને 1.25 કરોડ રૂપિયા પહોંચી જાય છે.
આ પણ વાંચોઃ જેમને પૂછ્યા વગર મુકેશ અંબાણી કોઈ નિર્ણય ન લે, તેઓ બધુ છોડી સાધુ બની ગયા
કંપનીને મળ્યા મોટા ઓર્ડર
નવરત્ન કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડે જાહેરાત કરી છે કે તેને 585 કરોડ રૂપિયાના ફ્રેશ ઓર્ડર મળ્યા છે. કંપનીને આ ઓર્ડર મિસાઇલ્સ માટે ફાયર કંટ્રોલ અને સાઇટિંગ સિસ્ટમ્સ, કમ્યુનિકેશન ઉપકરણો, જેમર્સ, ક્રિટિકલ સ્પેયર્સ અને એસોસિએટેડ સર્વિસિઝ માટે મળ્યા છે.
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે