Gujarat by Election Results 2025 Live Updates: ગુજરાતમાં બે વિધાનસભાની પેટાચૂંટણીમાં જ કોંગ્રેસ મપાઈ ગયું. ગુજરાતના વિપક્ષને કડી અને વિસાવદરની ચૂંટણીમાં મત મળવાના ફાંફા થયા એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે. કડી અને વિસાવદરનું હાલનું પરિણામ જોતા કોંગ્રેસ ક્યાંય પિક્ચરમાં નથી તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, વિસાવદરમાં તો કોંગ્રેસના વાવટા વીંટાઈ ગયા. આ બેઠક પર હવે આમ આદમી પાર્ટીએ પ્રભુત્વ જમાવી દીધું છે. ગોપાલ ઈટાલિયા હારે કે જીતે, પણ એ તો સ્પષ્ટ થઈ ગયું કે વિસાવદરમાં આપનો પાયો મજબૂત છે.
ગુજરાતમાં કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીની આવી રહેલા પરિણામના અપડેટે કોંગ્રેસને અરીસો બતાવી દીધો. કડી અને વિસાવદર બંનેમાં ક્યાંય કોંગ્રેસ પિક્ચરમાં નથી. કોંગ્રેસને જે મત મળ્યા છે, તે પાર્ટી માટે શરમજનક કહેવાય. હવે તો વરઘોડાના, રેસના તમામ ઘોડા હવે તબેલામાં ગોઠવાશે એવું લાગે છે.
આ વાત કરીએ છે ત્યારે કડી અને વિસાવદરના પરિણામ પર એક નજર કરીએ
વિસાવદરમાં 13 રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા 9678 મતથી આગળ
ગોપાલ ઈટાલિયા ન હોત તો વિસાવદરમાં ભાજપ કોઈ પડકાર વગર જંગી લીડથી જીતતું હોત. વિસાવદરમાં કોંગ્રેસનું અસ્તિત્વ જ નથી રહ્યું. વિસાવદરમાં 18 વર્ષથી ભાજપ સત્તા પર નથી, આ બેઠક કોંગ્રેસનો ગઢ ગણાતી હતી. પરંતું હર્ષદ રીબડિયાના ભાજપમા ગયા બાદ આ બેઠક પર આમ આદમી પાર્ટીએ પ્રભુત્વ જમાવી દીધું છે. પહેલા ભૂપત ભાયાણી અને હવે ગોપાલ ઈટાલિયાએ વિસાવદરમાં વર્ચસ્વ જમાવ્યું, જેને કારણે હવે વિસાવદરમાં કોંગ્રેસ ક્યાંય બચી નથી. મતલબ કે રાજ્યમાં કોંગ્રેસ સદંતર અપ્રસ્તુત થઈ રહી છે.
બીજી બાજુ, કડીની વાત કરીએ તો, કડી તો સાવ વન સાઈડેડ ભાજપ તરફી જઈ રહી છે. કડીમાં પણ કોંગ્રેસ કંઈ ઉકાળી ન શકી. મતગણતરીની શરૂઆતથી જ કોંગ્રેસ પાછળ હતું, અને 12 રાઉન્ડના અંતે તો ક્યાંનું ક્યાં ભાજપ પહોંચી ગયુ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે