Home> Business
Advertisement
Prev
Next

અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે નિતિન ગડકરીએ કહ્યું- ક્યારેક ખુશી થાય છે, તો ક્યારેક દુ:ખ

નિતિન ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઇલ સેક્ટરને વધારે તકલીફ લેવાની જરૂર નથી આ એક ખરાબ સમય છે જે ચાલ્યો જશે. 

અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે નિતિન ગડકરીએ કહ્યું- ક્યારેક ખુશી થાય છે, તો ક્યારેક દુ:ખ

નાગપુર:  દેશની અર્થવ્યવસ્થા (economy)ની હાલની પરિસ્થિતિ પર કેન્દ્રિયમંત્રી નિતિન ગડકરીએ (Nitin Gadkari)એ શનિવારે કહ્યું કે આ એક મુશ્કેલી ભર્યો સમય છે જે ચાલ્યો જશે. વિદર ઉદ્યોગ મંડળના 65માં સ્થાપના દિવસે નિતિન ગડકરીએ કહ્યું કે ઓટોમોબાઇલ સેક્ટર (Automobile sector)ને વધારે હેરાન થવાની જરૂર નથી આ એક મુશ્કેલ સમય છે જે જતો રહેશે. 

fallbacks

ગડકરીએ વધુમાં કહ્યું કે તે હાલમાં જ ઓટોમોબાઇલ સેક્ટરના નિર્માતાઓને મળ્યા હતા. તેમણે કહ્યું કે તે લોકો થોડા મુશ્કેલીમાં દેખાઇ રહ્યા હતા. નિતિન ગડકરીએ કહ્યું કે તેમણે ઓટોમોબાઇલ નિર્માતાઓને સલાહ આપી  કે, આ જીવન ચક્ર છે. જેમાં ‘ક્યારેક ખુશી તો ક્યારેક ગમ હોય છે, ક્યારેક તમને સફળતા મળે છે તો ક્યારેક અસફળતા’

નાણાપ્રધાનની જાહેરાતથી સરકારી કર્મચારીઓને પણ થશે ફાયદો

દેખાવા લાગ્યા સુધારાનવા સંકેત 
મહત્વનું છે, કે નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, હાલની દેશની અર્થવ્યવસ્થાના અનેક ક્ષેત્રે સુધારો કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે પહેલા ત્રણ માસનો વિકાસ દર ઘટીને 6 વર્ષના નીચલા સ્તર પર પાંચ ટકા ઘટ્યા બાદ ઔધોગિક ઉત્પાદન ક્ષેત્રે સ્તિર રોકાણ જોવા મળ્યું છે. 

સીતારમણે કહ્યું કે, એફડીઆઇની આવક જોરદાર રહી છે. અને વિદેશી મૂડી પણ રેકોર્ડ સ્તર પર છે. રાજકોષીય ક્ષેત્રે થયેલા નુકશાનમાં સુધારો જોવા મળ્યો છે. જ્યારે મોટાભાગના ક્ષેત્રણાં વૃદ્ધિ થંભી ગઇ છે. આઇઆઇપીમાં વૃદ્ધિ જોવા મળી છે. એવામાં મહત્વના ઉદ્યોગોમાં ઉત્પાદનમાં સ્તિરતા જોવા મળી છે.  જ્યારે મોધવારી દર પણ નીચે થમી ગયો છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More