Home> Sports
Advertisement
Prev
Next

Ind vs Sa: 'કોફી વિથ શિખર' કોચ રવિ શાસ્ત્રીએ ખાસ અંદાજમાં ધવન સાથે શેર કરી તસવીર

શિખર ધવનનું ફોર્મ આ દિવસોમાં ખરાબ ચાલી રહ્યું છે. જેને લઈને લગભગ કોચ રવિ શાસ્ત્રી તેની સાથે કંઇક ગંભીર વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. 
 

Ind vs Sa: 'કોફી વિથ શિખર' કોચ રવિ શાસ્ત્રીએ ખાસ અંદાજમાં ધવન સાથે શેર કરી તસવીર

ધરમશાળાઃ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ધરમશાળામાં શરૂ થઈ રહેલી ટી20 સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ ગબ્બર શિખર ધવનની સાથે એક તસવીર શેર કરી છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરની સાથે કોચ શાસ્ત્રીએ શાનદાર કેપ્શન આપ્યું છે. જેના પર લોકો પ્રતિક્રિયા પણ આપી રહ્યાં છે. 

fallbacks

ટીમ ઈન્ડિયા ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ રમવા હિલ સ્ટેશન ધરમશાળા પહોંચી ગઈ છે. જ્યાં પર રવિ શાસ્ત્રીએ શિખર ધવનની સાથે વાતચીત કરતી એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરની સાથે શાસ્ત્રીએ લખ્યું, 'કોફી, પહાડ, ક્રિકેટ અને શિખરની સાથે વાતચીત.'

ઉલ્લેખનીય છે કે શિખર ધવનનું ફોર્મ આ દિવસોમાં કંઇ ખાસ ચાલી રહ્યું નથી. જેને લઈને લગભગ કોચ શાસ્ત્રી તેની સાથે કંઇક ગંભીર વાતચીત કરતા દેખાઈ રહ્યાં છે. ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર શિખરના બેટથી ત્રણ ટી20 મેચોમાં માત્ર 26 રન બનાવ્યા હતા. જ્યારે બે વનડેમાં તે 38 રન બનાવી શક્યો હતો. 

તેવામાં પોતાનું ફોર્મ ગુમાવી ચુકેલ શિખર કોચ શાસ્ત્રી સાથે વાતચીત કરી જરૂર પોતાની લય પકડવા ઈચ્છશે. તો ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 2020મા રમાનારા ટી20 વિશ્વ કપને લઈને અત્યારથી તૈયારી શરૂ કરી દીધી છે. આ કારણે તેણે વધુ યુવાઓને તક આપવાનું મન બનાવ્યું છે. તેવામાં જો શિખર ધવન ફોર્મ મેળવશે નહીં તો ટેસ્ટ ક્રિકેટ બાદ તેને નિર્ધારિત ઓવરોની ટીમમાંથી પણ બહાર કરી શકાય છે. 

કંડક્ટર માતાના પુત્રએ ભારતને બનાવ્યું અન્ડર-19 ચેમ્પિયન

મહત્વનું છએ કે, ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સિરીઝની પ્રથમ મેચ આજે (15 સપ્ટેમ્બર), બીજી 18 સપ્ટેમ્બર અને ત્રીજી મેચ 22 સપ્ટેમ્બરે રમશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More