Home> Business
Advertisement
Prev
Next

હવે WhatsAppથી પણ થઈ શકે છે સિલિન્ડર બુક, BPCLએ શરૂ કરી સર્વિસ

હવે તમારા કિચનમાં ઉપયોગ થતાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ફોન કરવાની જરૂર નથી. હવે આ કામ વોટ્સએપ (WhatsApp) દ્વારા પણ થઈ શકે છે. ભારત પેટ્રોલિયમ (BPCL)એ પોતાને ડિજિટલ કરી દીધું છે.
 

હવે WhatsAppથી પણ થઈ શકે છે સિલિન્ડર બુક, BPCLએ શરૂ કરી સર્વિસ

નવી દિલ્હીઃ હવે તમારા કિચનમાં ઉપયોગ થતાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે ફોન કરવાની જરૂર નથી. હવે આ કામ વોટ્સએપ (WhatsApp) દ્વારા પણ થઈ શકે છે. ભારત પેટ્રોલિયમ (BPCL)એ પોતાને ડિજિટલ કરી દીધું છે. હવે તમે કોઈ મુશ્કેલી વગર માત્ર ચેટ દ્વારા થોડી સેકેન્ડોમાં એલપીજી બુક કરાવી શકો છો. આ છે સિલિન્ડર બુક કરાવવાની સરળ રીત. 

fallbacks

અમારા સહયોગી zeebiz.com અનુસાર બીપીસીએલે રસોઈ ગેસ બુકિંગ સિસ્ટમને ઓનલાઇન કરી દીધી છે. હવે તમે ઘરે બેસીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ દ્વારા પણ ગેસ સિલિન્ડર (LPG Cylinder) બુક કરાવી શકો છો. વોટ્સએપ પર ગેસ સિલિન્ડર બુક કરાવવાની સુવિધા દેશભરમાં શરૂ કરવામાં આવી છે. સૌથી સારી વાત છે કે વોટ્સએપ પર બુકિંગ કરાવવાની સાથે તમે ઓનલાઇન પેમેન્ટ (online payment) પણ કરી શકો છો. 

મહત્વનું છે કે ભારત પેટ્રોલિયમ (Bharat Petroleum)ના દેશભરમાં 71 મિલિયનથી વધુ ગેસ ગ્રાહકો છે. ગેસ વિતરણના મામલામાં ભારત પેટ્રોલિયમ ઈન્ડિયન ઓયલ (BPCL) બાદ બીજી સૌથી મોટી કંપની છે. 

ગ્રાહકો માટે RBIની નવી ભેટ, લોન સેટલમેન્ટ માટે આવી આ નવી સ્કીમ

આ રીતે કરો ગેસ બુક
ભારત પેટ્રોલિયમનો ભારત ગેસ (Bharat Gas)ના નામથી રસોઈ ગેસ વિતરણનો કારોબાર છે. કંપનીએ પોતાના ગ્રાહકોને ગેસ સિલિન્ડર બુકિંગ માટે વોટ્સએપ સર્વિસ શરૂ કરી છે. રસોઈ ગેસ ગ્રાહકો વોટ્સએપ નંબર 1800-22-434 પર પોતાનો ગેસ સિલિન્ડર બુક કરાવી શકે છે. આ વોટ્સએપ નંબર પર માત્ર તે ફોન નંબરથી ગેસ બુક કરાવી શકાશે જે નંબર ગેસ એજન્સીમાં રજીસ્ટર્ડ છે. આ સર્વિસથી લોકોને ગેસ સિલિન્ડર બુક કરાવવો સરળ થઈ જશે. વોટ્સએપનું ચલણ વધવાથી દરેક તેનો ઉપયોગ કરી રહ્યાં છે. 

આ છે બુકિંગ પ્રોસેસ
વોટ્સએપ પર સિલિન્ડર બુક કરાવ્યા બાદ ગ્રાહકના ફોન નંબર પર બુકિંગનો મેસેજ આવશે, જેમાં બુકિંગ નંબર હશે. આ મેસેજમાં ગેસ સિલિન્ડરનું ઓનલાઇન પેમેન્ટ કરવા માટેની લિંક પણ હશે. આ લિંક પર ગ્રાહક ડેબિટ કાર્ડ, ક્રેડિટ, યૂપીઆઈ કે અન્ય ઓનલાઇન પેમેન્ટ પ્લોટફોર્મથી સિલિન્ડરની કિંમત ચુકવી શકે છે. 

જુઓ LIVE TV

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More