Home> India
Advertisement
Prev
Next

હવે આંદામાનના હજારો પરિવારોને મળશે ડિજિટલ ઈન્ડિયાનો લાભ-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ચેન્નાઈ અને પોર્ટ બ્લેરને જોડનારા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ જ ડિસેમ્બર 2018માં પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. 1224 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ 2300 કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ બીછાવવામાં આવ્યાં છે. સરકારી કંપની BSNL દરિયાની અંદર કેબલ બીછાવવાનું કામ પૂરું કર્યું છે. 

હવે આંદામાનના હજારો પરિવારોને મળશે ડિજિટલ ઈન્ડિયાનો લાભ-PM મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ આજે ચેન્નાઈ અને પોર્ટ બ્લેરને જોડનારા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ જ ડિસેમ્બર 2018માં પ્રોજેક્ટની આધારશિલા રાખી હતી. 1224 કરોડ રૂપિયાના ખર્ચથી લગભગ 2300 કિમી લાંબા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ બીછાવવામાં આવ્યાં છે. સરકારી કંપની BSNL દરિયાની અંદર કેબલ બીછાવવાનું કામ પૂરું કર્યું છે. 

fallbacks

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આજનો દિવસ આંદામાનના લોકો માટે મહત્વનો છે. તેમણે કહ્યું કે "નેતાજી સુભાષચંદ્ર બોઝને નમન કરતા, લગભગ દોઢ વર્ષ પહેલા મને સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ કનેક્ટિવિટી પ્રોજેક્ટનો શુભારંભ કરવાનો અવસર મળ્યો હતો. મને ખુશી છે કે હવે તેનું કામ પૂરું થયું છે અને આજે તેના લોકાર્પણનું પણ સૌભાગ્ય મને મળ્યું છે."

પીએમ મોદીએ કહ્યું કે "ચેન્નાઈથી પોર્ટ બ્લેર, પોર્ટ બ્લેરથી લિટિલ આંદામાન ને પોર્ટ બ્લેરથી સ્વરાજ દ્વિપ સુધી, આંદામાન નિકોબારના એક મોટા હિસ્સામાં આ સેવા આજથી શરૂ થઈ ગઈ છે. હું આંદામાન-નિકોબારના લોકોને અનંત અવસરોથી ભરેલી આ કનેક્ટિવિટી માટે શુભેચ્છા પાઠવું છું."

PM મોદીએ કહ્યું કે "આપણું સમર્પણ રહ્યું છે કે રાષ્ટ્રની સુરક્ષા સાથે જોડાયેલા બોર્ડર એરિયા અને સમુદ્રી સરહદ સાથે જોડાયેલા ક્ષેત્રોનો ઝડપથી વિકાસ થાય. આંદામાન નિકોબારને દેશના અન્ય ભાગો અને દુનિયા સાથે જોડનારો આ ઓપ્ટિકલ ફાઈબર પ્રોજેક્ટ, ઈઝ ઓફ લિવિંગ(Ease of Living) પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાનું પ્રતિક છે."

 

તેમણે આગળ કહ્યું કે "આજે જ્યારે ભારત આત્મનિર્ભરતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યું છે. ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબના સ્વરૂપમાં, ગ્લોબલ સપ્લાય અને વેલ્યુ ચેનના એક મહત્વના પ્લેયર તરીકે પોતાને સ્થાપિત કરવામાં લાગ્યું છે  ત્યારે આપણા વોટરવેઝ અને આપણા પોર્ટના નેટવર્કને સશક્ત કરવું ખુબ જરૂરી છે."

વસ્તી નિયંત્રણ કાયદા અંગે હવે આ નેતાએ લખ્યો BJP અધ્યક્ષ નડ્ડાને પત્ર, જાણો શું કહ્યું?

પ્રધાનમંત્રીએ કહ્યું કે "હવે ગ્રેટ નિકોબારમાં લગભગ 10 હજાર કરોડના ખર્ચે ટ્રાન્સિપ્મેન્ટ પોર્ટના નિર્માણનો પ્રસ્તાવ છે. કોશિશ છે કે આવનારા 4-5 વર્ષમાં તેના પહેલા ફેઝને બનાવીને તૈયાર કરી લેવામાં આવે. એકવાર જ્યારે આ પોર્ટ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ અહીં મોટા મોટા જહાજ પણ રોકાઈ શકશે."

જુઓ LIVE TV

સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલ લિંક ચેન્નાઈ અને પોર્ટ બ્લેર વચ્ચે 2X200 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની બેન્ડવીથ (જીબીપીએસ) આપશે. પોર્ટ બ્લેર અને અન્ય દ્વિપો વચ્ચે 2X100 ગીગાબાઈટ પ્રતિ સેકન્ડની બેન્ડવીથથી લોકોને ઈન્ટરનેટ મળશે. સારા દૂર સંચાર અને બ્રોડબેન્ડ સુવિધાથી આંદામાન નિકોબાર દ્વિપ ક્ષેત્રમાં પર્યટન અને રોજગાર સૃજનને ગતિ મળશે. અર્થવ્યવસ્થા પણ મજબુત બનશે. તથા લોકોનું જીવન સ્તર સુધરશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More