Home> Business
Advertisement
Prev
Next

Pakistan Stock Market Crash : પાકિસ્તાનનું શેરબજાર ક્રેશ, KSE 7000 પોઈન્ટ તૂટ્યો, ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ

Pakistan Stock Market Crash : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાન શેરબજાર સંપૂર્ણપણે તૂટી ગયું છે. KSE 7000 પોઈન્ટ તૂટ્યો છે અને ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ થઈ ગયું છે.
 

Pakistan Stock Market Crash : પાકિસ્તાનનું શેરબજાર ક્રેશ, KSE 7000 પોઈન્ટ તૂટ્યો, ટ્રેડિંગ સંપૂર્ણપણે બંધ

Pakistan Stock Market Crash : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે પાકિસ્તાનનું શેરબજાર સંપૂર્ણપણે તૂટી ગયું છે. આજે એટલે કે 8 મે, 2025ના રોજ કરાચી સ્ટોક એક્સચેન્જ 7000 પોઈન્ટ તૂટતાં પાકિસ્તાનના શેરબજારમાં વેપાર ઠપ્પ થઈ ગયો છે. બપોરે 1 વાગ્યાની આસપાસ, KSE 100 ઇન્ડેક્સ 5 ટકાથી વધુ (લગભગ 6,000 પોઈન્ટ) ઘટીને 1,04,087ની આસપાસ આવી ગયો છે.

fallbacks

સોનાના ભાવમાં જબરદસ્ત મોટો ઘટાડો, ચાંદી પણ જોરદાર તૂટી, ફટાફટ ચેક કરો લેટેસ્ટ રેટ

'ઓપરેશન સિંદૂર' હેઠળ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી જૂથો પર ભારતીય સેનાના હુમલા બાદ પાકિસ્તાનના બેન્ચમાર્ક ઇન્ડેક્સ KSE-30માં 7 ટકાથી વધુનો ઘટાડો થતાં સતત બીજા સત્રમાં ભારે નુકસાન થયા બાદ પાકિસ્તાને તેના શેરબજારમાં ટ્રેડિંગ બંધ કરી દીધું છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી બજારમાં સતત ઘટાડા અને આર્થિક ઉથલપાથલનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે પાકિસ્તાનની અર્થવ્યવસ્થા પર પણ પ્રશ્નો ઉભા થયા છે.

ભારત-પાકિસ્તાન તણાવની ભારતીય શેરબજાર પર કોઈ અસર થઈ નથી. ભારતીય શેરબજારો સ્થિર રહ્યા, પડોશી દેશ સાથે વધતા તણાવ છતાં આજે બેન્ચમાર્ક સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી સ્થિર રહ્યા અને ગઈકાલે લીલા રંગમાં બંધ થયા.

બેન્ક એકાઉન્ટમાં છે 0 બેલેન્સ? છતાં પણ આરામથી થઈ જશે UPI પેમેન્ટ, જાણો લો આ ટ્રિક

ઉલ્લેખનીય છે કે બે પડોશી દેશો (ભારત-પાકિસ્તાન) વચ્ચે તણાવ વધે તે પહેલાં, પાકિસ્તાનના બજારમાં સુધારાના સંકેતો દેખાઈ રહ્યા હતા. પાકિસ્તાનના અર્થતંત્રને સોવરેન ક્રેડિટ રેટિંગ અપગ્રેડ અને વિશ્વભરમાં તેલના ઘટતા ભાવથી ટેકો મળ્યો. પરંતુ પહેલગામ હુમલા બાદ ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત ફરી એકવાર કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. ગયા વર્ષે એટલે કે 2024માં પાકિસ્તાનના શેરબજારે છેલ્લા 22 વર્ષમાં સૌથી વધુ વળતર આપ્યું અને વિશ્વભરના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More