પાન-આધારને લિંક કરવાની તારીખ નજીક આવી રહી છે. એવામાં જો તમે પણ હજુ સુધી તેને લિંક કર્યું નથી તો કરાવી લો. ઇનકમ ટેક્સ વિભાગે પણ પોતાના ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા ટેક્સપેયરોને આધાર-પાન લિંક કરાવવા માટે કહ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગનું કહેવું છે કે 31 માર્ચ સુધી પાન-આધાર લિંક કરાવવું અનિવાર્ય છે. એટલા માટે 31 માર્ચ સુધી રાહ જોશો નહી. જો તમે 31 માર્ચ સુધી લિંક ન કરાવ્યું તો પાન કાર્ડને રદ ગણવામાં આવશે. આધાર-પાન લિંક કરાવવા માટે ઇનકમ ટેક્સ વિભાગે કેટલીક ટિપ્સ શેર કરી છે.
Mi Pay ભારતમાં થઇ લોન્ચ, Google Pay, Phone Pe, Paytm ને મળશે પડકાર
એક SMS વડે કરો લિંક
ઇનકમ ટેક્સ વિભાગે ટેક્સપેયરોને ઓપ્શન આપ્યો છે કે તે SMS દ્વારા આધાર-પાનને લિંક કરાવી શકો છો. આ રીત સૌથી સરળ છે. તેના માટે તમારે તમારા ફોનમાંથી UIDPAN ટાઇપ કરવાનું છે. ત્યારબાદ સ્પેસ આપીને તમારો આધાર નંબર અને તમારો પાન નંબર નોંધવાનો છે. ઉદાહરણ તરીકે UIDPAN<space><12-digit Aadhaar><space><10-digit PAN> લખીને 567678 અથવા 56161 પર એસએમએસ મોકલવાનો છે. ત્યારબાદ ઇનકમ ટેક્સ વિભાગ તમારા બંને નંબરને લિંક પ્રોસેસમાં નાખી દેશે.
Amazon Prime: Vodafone પોતાના પ્રીપેડ યૂજર્સને આપી રહ્યું 50% ડિસ્કાઉન્ટ, આ રીતે ઉઠાવો લાભ
ઓનલાઇન કરી શકો છો લિંક
Link your AADHAAR with PAN today to enjoy seamless Income Tax services online. pic.twitter.com/URKcJDidC7
— Income Tax India (@IncomeTaxIndia) March 20, 2019
ઇનવેલિડ હોઇ શકે છે પાન કાર્ડ
જો પાન કાર્ડ (PAN) ને આધાર (Aadhaar) સાથે લિંક ન કર્યું તો તમને ખૂબ મુશ્કેલી પડી શકે છે. ઇનકમ ટેક્સ એક્ટની કલમ 139AA હેઠળ તમારું પાન ઇનવેલિટ ગણવામાં આવશે. એક્સપર્ટ્સના અનુસાર પાન કાર્ડ લિંક ન હોવાની સ્થિતિમાં તમે ઓનલાઇન ITR ફાઇલ કરી શકશો નહી. તમરો ટેક્સ રિફંડ ફસાઇ શકે છે. સાથે જ PAN કાર્ડ ઇનવેલિડ થઇ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે