Home> India
Advertisement
Prev
Next

કેજરીવાલનો એક જૂનો ફોટો અચાનક સોશિયલ મીડિયામાં થયો વાઈરલ, જેણે જોયો તે રહી ગયા દંગ

આ જૂના ફોટામાં હોળી રમતા છોકરાઓનું એક જૂથ જોવા મળી રહ્યું છે, જેમાં તમામ રંગાયેલા અને મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે.

કેજરીવાલનો એક જૂનો ફોટો અચાનક સોશિયલ મીડિયામાં થયો વાઈરલ, જેણે જોયો તે રહી ગયા દંગ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો હોળી રમતો એક જૂનો ફોટો અચાનક જ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો. આ ફોટાને જોઈને બધા ચોંકી ગયાં. હકીકતમાં આ ફોટો તે સમયનો છે જ્યારે અરવિંદ  કેજરીવાલ આઈઆઈટીમાં અભ્યાસ કરતા હતાં અને તેમની ઉંમર નાની હતી. ફોટામાં કેજરીવાલને કોઈ પણ સરળતાથી ન ઓળખી શકે. દિલ્હીના મુખ્યમંત્રીએ પોતે જ જણાવી દીધુ કે આ ફોટામાં તેઓ ક્યાં છે. 

fallbacks

કોંગ્રેસના નેતા પિત્રોડાએ એર સ્ટ્રાઈક પર ઉઠાવ્યાં સવાલ, PM મોદીએ આપ્યો વળતો જવાબ

ટ્વિટર પર પોસ્ટ કરાયેલા એક ફોટાને જોઈને અરવિંદ કેજરીવાલ ખુબ ખુશ થયા અને તેમણે તેને રિટ્વિટ કરતા લખ્યું કે હાહાહા... જ્યારે અમે આઈઆઈટીમાં હતાં ત્યારની હોળી... હકીકતમાં આ ફોટો કેજરીવાલ જ્યારે આઈઆઈટી ખડગપુરમાં અભ્યાસ કરતા હતાં ત્યારનો છે. 

આ જૂના ફોટામાં હોળી રમતા છોકરાઓનું એક જૂથ જોવા મળી રહ્યું છે, જેમાં તમામ રંગાયેલા અને મસ્તી કરતા જોવા મળી રહ્યાં છે. રાજીવ શરાફ દ્વારા ટ્વિટર પર આ ફોટો શેર કરાયા બાદ પૂછવામાં આવ્યું કે આમાંથી તમે કયા છો અરવિંદ  કેજરીવાલ? જેના જવાબમાં મુખ્યમંત્રીએ લખ્યું કે બ્રાઉન રંગના ટ્રાઉઝરમાં સામેની બાજુનો વ્યક્તિ....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More