Home> Business
Advertisement
Prev
Next

અમદાવાદની IIMના નવા ચેરમેન તરીકે પંકજ પટેલની વરણી, 14માં ચેરપર્સન તરીકે ચાર્જ સંભાળ્યો

પંકજ પટેલ IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સનાં 8 વર્ષથી સભ્ય રહ્યા છે. હાલ પંકજ પટેલ ઝાયડસ કેડિલા કંપનીનાં ચેરમેન છે.

અમદાવાદની IIMના નવા ચેરમેન તરીકે પંકજ પટેલની વરણી, 14માં ચેરપર્સન તરીકે ચાર્જ સંભાળ્યો

અતુલ તિવારી/અમદાવાદ: ગુજરાત માટે વધુ એક ગૌરવ લેવા જેવા સમાચાર છે. અમદાવાદની IIMના નવા ચેરમેન તરીકે પંકજ પટેલની વરણી કરાઈ છે. હાલ ઝાયડસનાં ચેરમેન તરીકે ફરજ બજાવતા પંકજ પટેલે IIMના 14મા ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો છે.  

fallbacks

મહત્વનું છે કે, પંકજ પટેલ IIM અમદાવાદના બોર્ડ ઓફ ગવર્નર્સનાં 8 વર્ષથી સભ્ય રહ્યા છે. હાલ પંકજ પટેલ ઝાયડસ કેડિલા કંપનીનાં ચેરમેન છે 

કોણ છે પંકજ પટેલ?
અબજોપતિ બિઝનેસમેન પોતે ભારતની પાંચમા ક્રમની સૌથી મોટી ફાર્મા કંપની કેડિલા હેલ્થકેરનાં ચેરમેન છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ફાર્મસી અને માસ્ટર્સ ઓફ ફાર્મસીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ બાદ તેમણે પિતાજી રમણભાઈ પટેલની સ્થાપેલી કંપની કેડિલા હેલ્થકેર જોઈન કરી લીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More