Gujarat Election 2022, બ્રિજેશ દોશી/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટા ભાગના જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત કોંગ્રેસના સૌથી વધુ 40 ઉમેદવારો જાહેર કરવાના બાકી છે, જ્યારે ભાજપ અને આપમાં 5 એક બેઠકોમાં ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીનું માણસા બેઠકને લઈને કોકડું ગૂંચવાયું છે.
ગાંધીનગરની માણસા બેઠક મુદ્દે ભાજપમાં કોકડું વધુ ગૂંચવાયું છે. જેના કારણે ભાજપ અમિત ચૌધરીને મનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે અમિત ચૌધરીને ખેરાલુ બેઠક પરથી લડવા માટે કહેવામાં આવ્યું છે. પરંતુ અમિત ચૌધરીએ ખેરાલુ બેઠકથી લડવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. માણસા બેઠક પર અમિત ચૌધરી પ્રબળ દાવેદાર છે. આ સંદર્ભે મંગળવારે બે કલાક કમલમમાં લાંબી બેઠક ચાલી હતી.
આ પણ વીડિયો જુઓ:-
મહત્વનું છે કે, અમિત ચૌધરીના સમર્થનમાં સમગ્ર ચૌધરી સમાજ વર્ચસ્વ ધરાવે છે. અમિત ચૌધરીના સમર્થનમાં સમગ્ર ચૌધરી સમાજ છે. જેના કારણે જો અમિત ચૌધરીને માણસાથી ટિકીટ ન મળે તો 10 બેઠક પર સીધી અસર પડે તેવો ભાજપમાં ડર છે. જેમાં વિસનગર સહિતની 10 બેઠકનો સમાવેશ થાય છે. ભાજપમાં પહેલીવાર મોટી સંખ્યામાં નુકસાન થાય તેવી સ્થિતિ સર્જાઈ છે..
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે