નાગપુરમાં આવેલા મલ્ટી મોડલ ઈન્ટરનેશનલ કાર્બો હબ અને એરપોર્ટ વિસ્તારમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક હવે આગામી 9 માર્ચ 2025થી કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે.
નાગપુરમાં બની રહેલા પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કથી ખેડૂતોને તો સીધો લાભ મળશે જ સાથે સાથે તે રોજગારીની તકો પણ વધારશે. પ્રાથમિક તબક્કામાં આ પાર્કે લગભગ 500 લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી આપી છે, પરંતુ ભવિષ્યમાં આ સંખ્યા 10,000 સુધી પહોંચે તેવી આશા છે.
આ ફૂડ પાર્કમાં ફળો અને શાકભાજીના પ્રોસેસિંગ માટે અત્યાધુનિક મશીનો લગાવવામાં આવી છે. જેનાથી વિવિધ પ્રકારના ઉત્પાદનો તૈયાર કરાશે. અહીં બનનારા ઉત્પાદનોની વૈશ્વિક માંગણીને જોતા સ્થાનિક યુવાઓને તાલિમ આપીને રોજગારી અપાશે.
આ ઉપરાંત ખેડૂતો માટે પણ આ પાર્ક ફાયદાકારક સાબિત થશે. પતંજલિ સીધું ખેડૂતો પાસેથી ઉપજ ખરીદીને તેમને એક સ્થિર અને યોગ્ય બજાર ઉપલબ્ધ કરાવશે. આ સાથે જ તેમને જૈવિક ખેતી અને માટી પરીક્ષણ જેવી સુવિધાઓ પણ આપવામાં આવશે.
આ મેગા ફૂડ પાર્ક માત્ર નાગપુર જ નહીં પરંતુ સમગ્ર વિદર્ભ વિસ્તાર માટે એક આર્થિક બદલાવનું કેન્દ્ર બનશે જેનાથી હજારો લોકોને રોજગારી મળવાની સાથે સાથે પ્રાદેશિક અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે