Home> Gujarat
Advertisement
Prev
Next

કાફલા વચ્ચે આવેલા સગીરને માર મારનાર PSI સાથે બાદમાં શું થયું, સુરત પોલીસે કર્યો ખુલાસો

Police Officer Inhumanly Beat Child : સુરતમાં પોલીસ કર્મીએ સગીરને વાળ ખેંચીને માર્યો, આંખના ભાગે ઈજા પહોંચી... PMના કોન્વોયના રૂટ પર પોલીસ રિહર્સલ સમયે સગીર સાઇકલ લઈને પ્રવેશ્યો હતો... PSIનું ટ્રાન્સફર
 

કાફલા વચ્ચે આવેલા સગીરને માર મારનાર PSI સાથે બાદમાં શું થયું, સુરત પોલીસે કર્યો ખુલાસો

Surat News : સુરત પોલીસ કર્મચારીએ સગીરને માર માર્યાનો મામલાના પડઘા છેક ગાંધીનગર સુધી પહોંચ્યા છે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ પહેલા રિહર્સલ ચાલતું હોવાની સગીરને જાણ નહોતી, અને સગીર સાયકલ લઈને સર્કલ પાસેથી પસાર થતો હતો. ત્યારે બંદોબસ્તમાં રહેલા એક PSIએ સગીરને માર માર્યો હતો. માર મારતા સગીરને આંખ પાસે અને ગાલ પર ઈજા પહોંચી હતી. ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા ગૃહ વિભાગે તેની નોંધ લીધી હતી. સુરત પોલીસે આ ઘટના પર શું એક્શન લીધું તેનો ખુલાસો કર્યો છે. આ પોલીસ અધિકારીનો પગાર વધારો એક વર્ષ માટે અટકાવી દેવાયો છે. 

fallbacks

 

 

મહત્વનું છે કે, ગઈકાલે સુરતમાં પ્રધાનમંત્રીના કાર્યક્રમના રૂટ પર રિહર્સલ રાખવામાં આવ્યું હતું. જે સમયે એક સગીર ત્યાંથી ભૂલથી પસાર થયો હતો. જેને પકડીને પોલીસ કર્મચારીએ ઢોર માર માર્યો હતો. આ વીડિયો વાયરલ થતા તેની નોંધ ગૃહ વિભાગે પણ લીધી છે.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Zee 24 Kalak (@zee24kalak)

 

સુરતમાં પોલીસ કર્મચારીની બર્બરતા સામે આવી છે. સાયકલ પર જતા બાળકને વાળ ખેંચી માર મારવાને કઈ બહાદુરી કહેવાય. PMના કાફલાના રિહર્સલ દરમિયાન આ ઘટના બની હતી. રિહર્સલ દરમિયાન સગીર બાળક ભૂલથી ત્યાંથી સાયકલ લઈને પસાર થયો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં પોલીસના વર્તનનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાતા પોલીસકર્મી PSI બી. એસ. ગઢવી છે. જેઓ હાલ મોરબીમાં ફરજ બજાવે છે અને બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા. ત્યારે વીડિયો વાયરલ થતા ઉપરી અધિકારીએ તેની નોંધ લીધી હતી. તાત્કાલિક PSIને કાફલના બંદોબસ્તમાઁથી ખસેડીને કંટ્રોલરૂમમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. 

 

 

સુરત પોલીસનો ખુલાસો
સુરત પોલીસે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યુ કે, ગઇકાલે પોલીસ રિહર્સલ દરમિયાન એક સાયકલ સવાર ચાલુ કોન્વોયમાં ઘૂસી ગયો હતો એ અંગેનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, એ મોરબી જીલ્લાથી બંદોબસ્ત માટે સુરત આવ્યા હતા, સુરત શહેર પોલીસે એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.કે.ગઢવીનો રિપોર્ટ કરી એમને પરત મોરબી મોકલી આપ્યા છે. મોરબીનાં પોલીસ અધિક્ષક દ્વારા પોસઇ બી.કે. ગઢવી સામે સખ્ત પગલા લેવામાં આવ્યા છે અને એમનાં પગારનો એક ઇજાફો એક વર્ષ માટે અટકાવી દેવાની નોટિસ પાઠવવામાં આવી છે !

ઉલ્લેખનીય છે કે, બાળકોથી ભૂલ થાય તો તેમને સમજાવવાની ફરજ વડીલોની છે. પરંતું આ પ્રકારે જો પોલીસ જ મારામારી કરવા પર ઉતરી આવે તો હાલની જનરેશન પર તેની શું અસર પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More