Patanjali Mega Food and Herbal Park: નાગપુરમાં આવેલા મલ્ટી મોડલ ઈન્ટરનેશનલ કાર્બો હબ અને એરપોર્ટ વિસ્તારમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્ક હવે આગામી 9 માર્ચ 2025થી કામગીરી શરૂ કરવા માટે તૈયાર છે. આ મેગા ફૂડ પાર્કનો શિલાન્યાસ સપ્ટેમ્બર 2016માં થયો હતો અને હવે તે ફળ અને શાકભાજીના પ્રોસેસિંગનું એક મુખ્ય હબ બનવા જઈ રહ્યું છે.
સાઈટ્રસ ફળો માટે પ્રોસેસિંગ યુનિટ
આ ફૂડ પાર્ક ખાસ કરીને સંતરા, મોસંબી, લીંબુ જેવા સાઈટ્રસ ફળોના પ્રોસેસિંગ માટે તૈયાર કરાયો છે. તેમાં પ્રતિદિન 800 ટન ફળોને પ્રોસેસ કરીને જ્યૂસ, જ્યૂસ કન્સન્ટ્રેટ, પલ્પ, પેસ્ટ અને પ્યુરીનું ઉત્પાદન કરવામાં આવશે. આ ઉપરાંત ટ્રોપિકલ ફળો જેમ કે કેરી, જામફળ, પપૈયુ, અનાર, સ્ટ્રોબેરી, સફરજન, નાશપતિ, ટામેટા અને ગાજરનું પણ પ્રોસેસિંગ થશે.
કુદરતી અને પ્રિઝર્વેટીવ વગરના જ્યૂસ
આ પાર્કમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરાશે જેનાથી સંપૂર્ણ રીતે કુદરતી અને પ્રિઝર્વેટીવ વગરના જ્યૂસ અને અન્ય ઉત્પાદન તૈયાર કરવામાં આવશે. આ સાથે જ સાઈટ્રસ ફળોના બચેલા ભાગમાંથી ઓઈલ બેસ્ડ અને વોટર બેસ્ડ અરોમા ઉત્પાદનો બનાવવામાં આવશે. આ ફૂડ પાર્ક ખેડૂતો પાસેથી સીધી ઉપજ ખરીદશે જેના કારણે તેમની પણ આવકમાં વધારો થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે