Home> Business
Advertisement
Prev
Next

બે અઠવાડિયામાં સૌથી નીચા સ્તર પર આવ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત


દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 30 પૈસા પ્રતિ લીટરનો ઘટાડો આવ્યો છે. જેથી અહિ પેટ્રોલના ભાવ 73.75 રૂપિયા પ્રતિ લીટર થયા છે.

બે અઠવાડિયામાં સૌથી નીચા સ્તર પર આવ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત

નવી દિલ્હી: દેશામાં સતત ઘટી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને કારણે સામાન્ય જનતાને રાહત મળી રહી છે. સોમવારે પણ સતત 12માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ઘટાડો નોધાયો હતો. સોમવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતોમાં 30 પૈસાનો ઘટાડો આવ્યો હતો. જેથી પેટ્રોલની કિંમતમાં 79.75 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયો છે. જ્યારે દિલ્હીમાં ડીઝલના ભાવોમા 20 પૈસાનો ઘટાડો સામે આવ્યો છે. જેથી અહિં ડિઝલના ભાવ 73.85 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. 

fallbacks

મુંબઇમાં પણ સોમવારે પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં 30 પૈસાનો ઘટાડો આવ્યો છે. જેથી અહિં પેટ્રોલના ભાવ ઘટીને 85.24 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા છે. સાથે જ ડીઝલના ભાવમાં પણ 21 પૈસાનો ઘટા઼ડો આવ્યો છે. જેથી અહિં ડીઝલનો ભાવ 77.40 રૂપિયા પ્રતિ લીટર થયો છે.. મહત્વનું છે, કે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત 12 દિવસથી ઘટાડો આવી રહ્યો છે. હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 3.08 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો થયો છે. જ્યારે આ દરમિયાન ડિઝલના ભાવોમાં પણ 1.84 રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો સામે આવ્યો છે.

fallbacks

4 ઓક્ટોબરે પેટ્રોલ 84 રૂપિયે લીટર અને ડીઝલ 75.45 રૂપિયે લીટરની રેકોર્ડ ઉચાઇ પર પહોચ્યા હતા. એજ દિવસે સરકારે ક્રુડ ઉત્પાદક ખર્ચમાં 1.50 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. આ સિવાય સાર્વજનિક ક્ષેત્રની પેટ્રોલીયમ કંપનીઓને પણ ક્રુડની કિંમતોમાં એક રૂપિયાનો ઘટાડો કરવા માટે કહેવામાં આવ્યું હતું.

વધુમાં વાચો,,,જનતાને રાહત, સતત 11માં દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટ્યા, જાણો કેટલું થયું સસ્તુ?

નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, ત્યારબાદ પેટ્રોલના ભાવ ઘટીને 81.50 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 72.95 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયા હતા. પરંતું, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડ ઓઇલના ભાવોમાં વધારો આવવના કારણે 16 ઓક્ટોબર સુધીમાં પેટ્રોલ 82.83 રૂપિયા પ્રતી લીટર અને ડીઝલ 75.69 રૂપિયા પ્રતિ લીટર પર પહોચ્યો હતો. પરંતું 18 ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રુડના ભાવોમાં સતત ઘટાડો આવી રહ્યો છે. તથા રૂપિયા પણ મજબૂત થઇ રહ્યો છે. 

26 ઓક્ટોબર પર આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ બંન્ને કારણોના કારણે ક્રુડના ભાવો ઘટીને બે માસના સૌથી નીચલા સ્તર પર આવી ગયા છે. આવનારા દિવસોમાં ક્રુડના છૂટક ભાવ હજી પણ નીચે આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More