અમદાવાદ: કોલ્ડ અને રેફ્રીજરેશન ઉદ્યોગમાં પડેલી વ્યાપક તકો અને વૃધ્ધિની સંદર્ભમાં ગુજરાતમાં ગાંધીનગરમાં આગામી તા.22 થી 24 નવેમ્બર, 2018 દરમ્યાન મહાત્મા મંદિર કન્વેન્શન કમ એક્ઝીબીશન સેન્ટર ખાતે ‘REFCOLD India 2018’ નું આયોજન કરાયું છે. નફો નહીં કરતી સંસ્થા ISHRAE દ્વારા NurenbergMesse Indiaના સહયોગથી યોજાયેલ આ સમારંભમાં કોલ્ડ ચેઈન, ઈન્ડસ્ટ્રીયલ રેફ્રીજરેશન અને રિફર ટ્રાન્સપોર્ટેશન અંગે આંતરરાષ્ટ્રિય પ્રદર્શન અને કોન્ફરન્સ યોજાશે.
‘REFCOLD India એ એવું પ્રદર્શન બની રહેશે કે જેમાં રેફ્રીજરેશન સેક્ટરની ઉત્તમ ટેકનોલોજી દર્શાવાશે, જે પ્રોડક્ટસનો બગાડ અટકાવશે અને સેલ્ફ લાઈફમાં વધારો કરીને રોકાણ પરનું વળતર વધારશે. 100 થી વધુ એક્ઝીબીટર્સ ભારત અને ચીન, જર્મની અને અમેરિકા જેવા દેશોમાંથી આ ત્રણ દિવસના સમારંભમાં સામેલ થશે.
કોલ્ડ સ્ટોરેજ, ફૂડ, ડેરી અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના સહયોગીઓ આ સમારંભમાં હાજરી આપશે. ફ્રાન્સ, ટર્કી અને ચીના ડેલિગેશન પણ આ સમારંભની મુલાકાત લેશે. મધ્ય પ્રદેશ અને ગુજરાતના બાયર્સ ડેલિગેશન તથા દેશભરમાંથી અન્ય વિવિધ કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનો પણ સામેલ થશે. REFCOLD India નો ઉદ્દેશ દેશમાં કૃષિ ક્ષેત્રે થતો બગાડ અટકાવવાનો અને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાન મંત્રીના વિઝન માટે એકંદર વિકાસમાં યોગદાન આપવાનો છે.
આ સમારંભમાં બાયર સેલર મીટ દ્વારા કોલ્ડ ચેઈન અને રેફ્રીજરેશન ઉદ્યોગના સપ્લાયરો અને ગ્રાહકો મળશે. આ સમારંભ ટેકનિકલ વર્કશોપ્સ, પેનલ ચર્ચાઓ અને જ્ઞાનવર્ધક થીમ આધારિત પરિસંવાદોથી સભર રહેશે. કોલ્ડ ચેઈન અને રેફ્રીજરેશન ઉદ્યોગના આ અનોખા અને બૃહદ સમારંભમાં UNEPની આગેવાની હેઠળનો ‘Montreal Protocol and Cold Chain’ સેમિનાર ધ્યાનાકર્ષક બની રહેશે.
જંગી પ્રદર્શન અને કોન્ફરન્સ એક આદર્શ પ્લેટફોર્મ બની રહેશે, જે વ્યૂહરચનાઓ વિકસાવવા અને જોડાણો માટે નેટવર્કિંગની તકો પૂરી પાડશે.આ સમારંભમાં 10 હજારથી વધુ લોકો મુલાકાત લે તેવી સંભાવના છે. મુલાકાતીઓને માટે આ પ્રદર્શનમાં અદ્યતન ઈક્વિપમેન્ટસ અને ટેકનોલોજી પ્રદર્શિત થવાની આશા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે