Pidilite Bonus Share and Dividend: એડહેસિવ્સ, સીલંટ અને બાંધકામ રસાયણોના અગ્રણી ઉત્પાદક પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝે જૂન ક્વાર્ટર (Q1FY26) ના પરિણામો સાથે રોકાણકારોને ઘણી ભેટો આપી છે. કંપનીનો નફો અને આવક અપેક્ષા કરતા વધુ સારી રહી છે, પરંતુ બોર્ડે 1:1 બોનસ શેર અને પ્રતિ શેર ₹ 10 ના ખાસ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. આ જાહેરાત સ્થાપક બી.કે. પારેખની 101મી જન્મજયંતિ નિમિત્તે કરવામાં આવી છે.
આશા કરતા સારૂ પરિણામ
કંપનીનો ત્રિમાસિક ગાળા માટેનો કંસોલિ઼ડેટેડ નફો ₹672 કરોડ રહ્યો હતો, જે બજાર અંદાજ ₹616 કરોડ કરતા વધારે છે અને ગયા વર્ષના ₹567 કરોડ કરતા લગભગ 18.7% વધારે છે. કંપનીની સંયુક્ત આવક ₹3,753 કરોડ રહી હતી, જે ગયા વર્ષના ₹3,395 કરોડ કરતા 10.6% ની વૃદ્ધિ દર્શાવે છે.
ઓપરેટિંગ પ્રોફિટ (EBITDA) ₹812 કરોડથી વધીને ₹941 કરોડ થયો અને માર્જિન 23.9% થી વધીને 25.1% થયું. આ EBITDA માં વાર્ષિક ધોરણે 15.8% વૃદ્ધિ દર્શાવે છે.
શું છે ખાસ વાત?
Consumer & Bazaar (C&B) સેગમેન્ટમાં યુનિટ વોલ્યુમ ગ્રોથ (UVG) 9.3% રહ્યો, જે સતત સુધારનો સંકેત છે.
B2B સેગમેન્ટમાં UVG 12.6% રહી અને આ સતત આઠમું ક્વાર્ટર છે જ્યારે ડબલ ડિઝિટમાં ગ્રોથ થયો છે
ઘરેલું પેટાકંપનીઓના વેચાણમાં 11.5% અને EBITDAમાં 31.7%નો તીવ્ર વધારો થયો, જેનું કારણ ઇનપુટ ખર્ચ ઓછો હતો.
આંતરરાષ્ટ્રીય પેટાકંપનીઓના વેચાણમાં 6.4% અને EBITDAમાં 9%નો વધારો થયો.
આ પણ વાંચોઃ 15 વર્ષ પહેલા મુકેશ કરતા ધનવાન હતા અનિલ અંબાણી, પછી આ ભૂલને કારણે બધું ડૂબી ગયું
ઈન્વેસ્ટરો માટે બોનસ અને ડિવિડેન્ડ
કંપનીના બોર્ડે 1:1 બોનસ શેર આપવાને મંજૂરી આપી છે, એટલે કે દરેક એક શેર પર ઈન્વેસ્ટરોને એક વધારાનો શેર મળશે. આ સિવાય 10 રૂપિયા પ્કતિ શેરનું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ પગલું લાંબા સમયથી જોડાયેલા શેરધારકો માટે ઈનામ જેવું છે અને માર્કેટમાં પિડિલાઇટ પ્રત્યેના વિશ્વાસને વધુ મજબૂત કરશે.
રોકાણકારો માટે આનો અર્થ શું છે?
પિડિલાઇટની મજબૂત વૃદ્ધિ, સુધારેલા માર્જિન અને બોનસ અને ડિવિડન્ડની જાહેરાત સ્પષ્ટ કરે છે કે કંપની તેના શેરધારકોને વળતર આપવાની સાથે વ્યવસાય વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. સતત વધતી જતી વોલ્યુમ વૃદ્ધિ અને B2B સેગમેન્ટનું ઉત્તમ પ્રદર્શન સૂચવે છે કે કંપનીની માંગ આગામી સમયમાં પણ રહી શકે છે. તહેવારો પહેલાં આવા બોનસ અને ડિવિડન્ડ કોમ્બો રોકાણકારોના પોર્ટફોલિયોમાં મૂલ્ય ઉમેરે છે, પરંતુ કંપનીમાં વિશ્વાસ પણ વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે