PM Modi China Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન તિયાનજિન શહેરમાં યોજાનારી પ્રાદેશિક શિખર સંમેલન SCO (શાંઘાઈ સહકાર સંગઠન)માં ભાગ લેવા માટે ચીનના પ્રવાસે જશે. 2020માં ગલવાન ખીણમાં થયેલી અથડામણ પછી આ તેમની ચીનની પહેલી મુલાકાત હશે. તેમણે છેલ્લે 2019માં ચીનની મુલાકાત લીધી હતી. SCO સભ્ય દેશો સાથેની ચર્ચામાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ અને વેપાર જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારત-ચીન સંબંધોમાં સ્થિરતા અને સંવાદ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવશે. આ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે અનૌપચારિક મુલાકાતો થવાની સંભાવના છે.
ઓક્ટોબર 2024ની શરૂઆતમાં વડાપ્રધાન મોદી અને શી જિનપિંગ કાઝાનમાં બ્રિક્સ સમિટમાં મળ્યા હતા. આ પછી બન્ને દેશો વચ્ચે સરહદી તણાવ ઘટાડવાના પ્રયાસો તેજ થયા. વડાપ્રધાન મોદીની ચીનની સંભવિત મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે. પીએમ મોદીની ચીન મુલાકાતના સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મંગળવારે નવી દિલ્હી દ્વારા રશિયાના તેલની ખરીદી ચાલુ રાખવાને કારણે ભારતીય આયાત પર 25 ટકા ટેરિફ લાદવાની અને ટેરિફમાં નોંધપાત્ર વધારાની ધમકી આપ્યાના થોડા દિવસો પછી આવ્યા છે.
FASTag Annual Pass:ક્યાંથી ખરીદી શકાય છે ફાસ્ટેગ વાર્ષિક પાસ,કેવી રીતે થશે એક્ટિવેટ?
'શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ'
SCO સમિટ એટલે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ. તેની સ્થાપના 15 જૂન 2001ના રોજ ચીનના શાંઘાઈ શહેરમાં થઈ હતી. તે એક બહુપક્ષીય સંગઠન છે જેમાં સભ્ય દેશો વચ્ચે સુરક્ષા, રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે એક સમિટનું આયોજન કરવામાં આવે છે.
સ્વાદ ન જુઓ.. સારા સ્વાસ્થ્ય માટે દરરોજ ખાવો આ જડીબુટ્ટી,આસપાસ પણ નહીં ફરકે આ બીમારી
SCO સમિટ ક્યારે યોજાય છે અને તેમાં કેટલા દેશો સામેલ છે?
SCO સમિટ દર વર્ષે યોજાય છે. તેની અધ્યક્ષતા સભ્ય દેશોમાંથી એક કરે છે, જે રોટેશનના આધારે નક્કી થાય છે. છેલ્લી SCO સમિટ 4 જુલાઈ 2023ના રોજ ભારતની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ રીતે યોજાયું હતું. 2024માં આ સમિટ કઝાકિસ્તાનમાં યોજાયું હતું. SCOમાં કુલ 9 સભ્ય દેશો છે, જેમાં ચીન, રશિયા, ભારત, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને ઈરાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શાંઘાઈ સહકાર સંગઠનમાં મોંગોલિયા, બેલારુસ, અફઘાનિસ્તાન વગેરેનો નિરીક્ષક દેશો તરીકે સમાવેશ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે