Home> Business
Advertisement
Prev
Next

ખેડૂતના ખાતામાં ચૂંટણી પહેલા 2 હજાર નહીં પરંતુ હવે આવશે 4 હજાર, સરકારે બદલ્યો પ્લાન

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પહેલા તાજેતરમાં જ જાહેર કરાયેલી 'પ્રધાનમંત્રી કિસાન યોજના' અંતર્ગત ખેડૂતોને બે ભાગમાં ચૂકવણી કરવાની તૈયારી કરી રહી છે 

ખેડૂતના ખાતામાં ચૂંટણી પહેલા 2 હજાર નહીં પરંતુ હવે આવશે 4 હજાર, સરકારે બદલ્યો પ્લાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટમીની જાહેરાત પહેલા બજેટમાં ખેડૂતો માટે એક નવી યોજના 'પ્રધાનમંત્રી કિસાન યોજના'ની જાહેરાત કરી હતી. જેના અંતર્ગત તેમને દર વર્ષે રૂ.6000 આપવાની યોજના છે. હવે કેન્દ્ર સરકારે લોકસભા ચૂંટણી પહેલા આ યોજનાના બે ભાગ સીધા ખાતામાં આપવાની તૈયારી કરી છે. એટલે કે ખેડૂતોના ખાતામાં રૂ.4,000 આવશે. કૃષિ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે માહિતી આપી હતી. આ યોજના અંતર્ગત દેશના લગભગ 12 કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવનારા છે. 

fallbacks

1 ડિસેમ્બર, 2018થી થઈ લાગુ
આ યોજનાને 1 ડિસેમ્બર, 2018થી લાગુ કરવાની બજેટમાં જાહેરાત કરાઈ હતી. નિયમ અનુસાર બે હોક્ટર સુધીની ખેતીની જમીન ધરાવતા ખેડૂતો તેના હકદાર હશે. પીયુષ ગોયલે બજેટમાં કરેલી જાહેરાત મુજબ માર્ચ 2019 સુધીમાં રૂ.2,000નો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, 'રાજ્ય સરકારો લાયક ખેડૂતોની ઓળખ કરવાની પ્રક્રિયામાં છે. આશા છે કે, લાભાર્થીઓની પ્રાથમિક યાદી ટૂંક સમયમાં જ તૈયાર થઈ જશે.'

અનેક રાજ્યોમાં જમીનના રેકોર્ડ ડિજિટલ કરાયા 
અધિકારીએ જણાવ્યું કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોએ જમિનના રેકોર્ડને ડિજિટલ કરી દીધા છે. તેલંગાણા, ઓડિશા અને ઝારખંડ પાસે પણ આંકડા છે, કેમ કે આ રાજ્યોએ પણ આ પ્રકારની યોજનાઓની જાહેરાત કરી છે. અધિકારીએ જણાવ્યું કે, લોકસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના ખાતામાં બે હપ્તા ટ્રાન્સફર કરવાની સરકારની તૈયારી છે અને આ રકમ રૂ.4,000 ની હશે.

લોકસભાના સમાપન ભાષણમાં પીએમ મોદીએ કરેલી 10 મોટી વાતો

અધિકારીએ જણાવ્યું કે, આ યોજના ચાલુ નાણાકિય વર્ષમાં લાગુ કરવામાં આવી રહી છે, આથી આવતા મહિને કોઈ પણ સમયે આચાર સંહિતા લાગુ થયા બાદ પણ તેના પર કોઈ અસર થશે નહીં. એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાવાની છે. 

આ યોજનાનો લાભ કોને નહીં મળે 
તમામ સંસ્થાગત જમીન માલિક, બંધારણિય પદ ધરાવતા, તમામ સેવામાં રહેલા કે સેવાનિવૃત્ત અધિકારી, કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓની સાથે-સાથે જાહેર ક્ષેત્રના એકમ (પીએસયુ), રૂ.10,000થી વધુનું માસિક પેન્શન ધરાવતા સેવાનિવૃત્ત પેન્શન ધારક, આવકવેરો ભરતા લોકો, ડોક્ટરો અને એન્જિનયરો જેવા વ્યવસાયિકો. 

લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતની 26 બેઠકો, કોણ મારશે બાજી?

સમયમર્યાદા
સરકારે આ યોજના અંતર્ગત લાભાર્થીઓની લાયકાત નક્કી કરવા માટેની સમયમર્યાદા 1 ફેબ્રુઆરી, 2019 નક્કી કરી છે. ત્યાર બાદ આગામી પાંચ વર્ષ માટે યોજના અંતર્ગત લાભ મેલવનારા લોકોમાં કોઈ ફેરફાર કરાશે નહીં. 1 ડિસેમ્બર, 2019 અને 31 જાન્યુઆરી, 2019 વચ્ચે ટ્રાન્સફર કરાયેલી જમીનની માલિકી ધરાવતા લોકોને પણ આ યોજના અંતર્ગત ફાયદો મળશે.

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More