Home> Entertainment
Advertisement
Prev
Next

રિલીઝ પહેલા 'ગલી બોયે' બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, કરી કરોડોની કમાણી

આ ફિલ્મમાં રણવીર અને આલિયાના કિસિંગ સીનને હટાવી દેવામાં આવ્યો છે. 

રિલીઝ પહેલા 'ગલી બોયે' બોક્સ ઓફિસ પર મચાવી ધમાલ, કરી કરોડોની કમાણી

નવી દિલ્હીઃ રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ 'ગલી બોય' વેલેન્ટાઇનડે પર રિલીઝ થઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, ફિલ્મએ રિલીઝ પહેલા જ સારો વ્યાપાર કરી લીધો છે. ફિલ્મએ એડવાન્સ બુકિંગથી જ આઠ કરોડની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ આ ફિલ્મને હિટ ગણાવી રહ્યાં છે. વેલેન્ટાઇન ડે પર રિલીઝ થઈ રહેલી ફિલ્મ ગલી બોયે દેશભરમાં પ્રી-બુકિંગ કરીને કુલ 8 કરોડની કમાણી કરી લીધી છે. 

fallbacks

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની આ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ફરી ચુકી છે. જાણવા મળી રહ્યું છે કે, રણવીર અને આલિયા વચ્ચે આશરે 13 સેકન્ડના કિસિંગ સીટને હટાવી દેવામાં આવ્યો છે. તો ફિલ્મનો ક્રેઝ ફેન્સ પર એટલો હાવી શે કે મુંબઈ, બેંગલુરૂ, પુણે, દિલ્હી, કોલકત્તા, હૈદરાબાદ જેવા મહાનગરોમાં આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. ઘણા સિનેમાઘરોમાં તો અત્યારથી શો હાઉસફુલ થઈ ગયા છે. 

ફિલ્મા પ્રી-બુકિંગને જોઈને ટ્રેડ પંડિત અનુમાન લગાવી રહ્યાં છે કે, ફિલ્મ પહેલા દિવસે 12 થી 13 કરોડની કમાણી કરી શકે છે. જો આમ થયું તો આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ઓપનિંગ બનીને નવો રેકોર્ડ પણ સેટ કરી શકે છે. ફિલ્મની એક ખાસ વાત તે પણ છે કે આ વર્ષે વેલેન્ટાઇન ડે પર રિલીઝ થનારી એકમાત્ર ફિલ્મ છે. 
 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More