Investment Tips: જો તમે ઈચ્છો છો કે તમારી બચતથી એક ચોક્કસ રકમ દર મહિને ઘરે આવે તો ભારત સરકારની એક શાનદાર યોજના તમારી મદદ કરી શકે છે. આ યોજના છે પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS), જે સુરક્ષિત પણ છે અને નિયમિત માસિક આવકની ગેરંટી આપે છે. આ સ્કીમ ખાસ કરી રિટાયર્ડ લોકો, ગૃહિણીઓ કે તે ઈન્વેસ્ટરો માટે ફાયદાકારક છે, જે જોખમથી બચવા ઈચ્છે છે.
શું છે પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS)?
પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ એક સરકારી ગેરંટીવાળી બચત યોજના છે, જેમાં જમા કરવામાં આવેલી રકમ પર દર મહિને વ્યાજના રૂપમાં નક્કી આવક મળે છે. આ યોજનાનું સંચાલન ભારતીય પોસ્ટ દ્વારા કરવામાં આવે છે અને તે દેશની ગમે તે પોસ્ટ ઓફિસમાં ખોલાવી શકાય છે. આ યોજનામાં તમે એક સાથે રોકાણ કરો છો અને પછી પાંચ વર્ષ સુધી દર મહિને તેમાં મળનાર વ્યાજ તમારા ખાતામાં આવી જાય છે.
રોકાણ અને વ્યાજદર
POMIS યોજનામાં લઘુત્તમ રોકાણ ₹1,000 થી કરી શકાય છે, અને રકમ ફક્ત ₹1,000 ના ગુણાંકમાં સ્વીકારવામાં આવે છે. વ્યક્તિગત ખાતામાં મહત્તમ રોકાણ મર્યાદા ₹9 લાખ અને સંયુક્ત ખાતામાં ₹15 લાખ (3 લોકો સુધી) છે. હાલમાં, આ યોજના 7.4% વાર્ષિક વ્યાજ આપે છે, જે દર મહિને વિભાજીત થાય છે અને તમારા ખાતામાં જમા થાય છે. ઉદાહરણ તરીકે, જો તમે ₹15 લાખ જમા કરો છો, તો તમને દર મહિને ₹9,250 ની આવક મળે છે, જે 5 વર્ષના સમગ્ર સમયગાળા માટે સતત ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચોઃ સરકારી બાબુઓને બખ્ખા, આઠમાં પગાર પંચમાં વધી જશે આટલો પગાર! જાણો દરેક વિગત
કોણ ખોલાવી શકે છે આ ખાતું?
આ યોજનાનો લાભ કોઈપણ ભારતીય નાગરિક લઈ શકે છે. તમે સિંગલ કે સંયુક્ત આ ખાતું ખોલાવી શકો છો. જો કોઈ સગીરની ઉંમર 10 વર્ષથી વધુ છે તો તેના નામે ખાતું ખોલાવી શકાય છે. સાથે માતા-પિતા કે અભિભાવક માનસિક રૂપથી અસ્વસ્થ વ્યક્તિ કે સગીર માટે ખાતું ખોલાવી શકે છે.
મેચ્યોરિટી અને પૈસા ઉપાડવાનો નિયમ
આ યોજનાનો સમયગાળો 5 વર્ષનો હોય છે. 5 વર્ષ પૂરા થયા બાદ તમને મૂળ રોકાણ પરત મળી જાય છે. તે સમય સુધી તમે દર મહિને વ્યાજથી આવક મેળવી શકો છો. જો તમે ઈચ્છો તો 1 વર્ષ બાદ ખાતું બંધ કરાવી શકો છો, પરંતુ તે માટે કેટલીક પેનલ્ટી લાગે છે. જો ખાતું 3 વર્ષની અંદર બંધ કરવામાં આવે તો 2 ટકા રકમ કાપવામાં આવે છે અને તેને 3થી 5 વર્ષ વચ્ચે બંધ કરાવવામાં આવે તો 1 ટકા રકમ કાપવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે