ઉમેશ પટેલ/વલસાડ: જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સોનવાડા ગામમાં સાત જુલાઈના રોજ એક મકાનમાં મોટી ચોરીની ઘટના બની હતી. પરિવાર જ્યારે બહાર ગયું હતું ત્યારે ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો. ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત અંદાજે પાંચ લાખ રૂપિયાની ચોરી થઈ હતી. ત્યારે ચોરીની આ ઘટનાને લઈને વલસાડ જિલ્લા પોલીસે તપાસ શરૂ કરી હતી.
લોકમેળાને લઈ 'પ્લાન-B', સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળોને લઈને કલેક્ટરનું મોટું નિવેદન
વલસાડ તાલુકાના સોનવાડા ગામે થયેલ લાખો રૂપિયાની ચોરીના મામલે વલસાડ પોલીસે ત્રણ લીધા ચોર તેમજ એક ચોરીનો માલ ખરીદનાર સોની વેપારીની પણ ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીની ઓળખ કરીએ તો 1) સોએબ ઉર્ફે શોએબ બટાકી શેખ, 2) અબરાર ખાટકી, 3) મનીષ પટેલ અને 4)શફીકુલ ઈસ્લામનો સમાવેશ થાય છે.
અમેરિકાએ 55 લાખ ભારતીયોને આપી ખુલ્લી ચેતવણી - 'એક નાની ભૂલ અને બહાર નીકળી જશો', જાણો
ઝડપાયેલા આરોપીઓમાં સોએબ અને મનીષ પટેલનો ગુનાહિત ઇતિહાસ છે. વલસાડ જિલ્લામાં બંને આરોપીઓ વિરુદ્ધ પાંચ પાંચ ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો આ ચોર ગેંગ એવા મકાનની તલાશમાં હોય છે. જેના ઘરની પાછળ બારી હોય અને બારી વાટે આ ચોર ગેંગ ઘરમાં પ્રવેશ કરે છે અને પછી પળવારમાં જ સમગ્ર ઘરમાં રહે તમામ કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ જાય છે.
ઝડપાયેલા આ ચોર ગેંગનો મુખ્ય માસ્ટર માઈન્ડ સોએબ શેખ ચોરીની ગુનામાં માસ્ટરી ધરાવે છે વલસાડ જિલ્લામાં અગાઉ પણ પોલીસ સ્ટેશનના ચોપડે તેનું નામ ચડી ગયું છે. અનેક વાર જેલની હવા ખાવા ચૂકેલ આરોપી મનીષ અને સોએબ શેખ અતિશય રીઢા ગુનેગાર છે.
ગાંધીનગરમાં BMW કારે આધેડને ફૂટબોલની જેમ ઉછળ્યા, ભયાનક અકસ્માતનો સામે આવ્યો VIDEO
વલસાડ એલસીબી ક્રાઈમના હાથે ઝડપાયેલા આરોપીઓની સાથે ચોરીનો માલ ખરીદનાર સોની પણ ઝડપાયો છે. તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે અને રિમાન્ડ દરમિયાન હજી વધારે ચોરીનો ખુલાસો થાય તેવું મનાઈ રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે