ગુજરાતમાં રિયલ એસ્ટેટનો વેપાર ખુબ ફૂલ્યો ફાલ્યો છે. એક રિપોર્ટ મુજબ 2017માં જ્યારથી Real Estate (Regulation and Development) Act (RERA) લાગૂ થયો ત્યારથી 5.03 લાખ કરોડનું રોકાણ આકર્ષ્યુ છે. જો કે તમને જણાવી દઈએ કે આ રોકાણના લગભગ 94 ટકા જેટલો ભાગ ગુજરાતના 5 જિલ્લાઓના ફાળે ગયો છે. આ એવા જિલ્લાઓ છે જ્યાં મોટા પાયે ઝડપથી થઈ રહેલું શહેરીકરણ, સારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ને રહેણાંક તથા વાણ્જ્યિક સ્થાનોની મજબૂત માંગણીઓ જોવા મળે છે.
જ્યારે બાકીના 28 જિલ્લાઓ કે જેમાં ગુજરાતની લગભગ બે તૃતિયાંશ વસ્તી (64 ટકા) વસે છે ત્યાં કુલ રોકાણનું માત્ર 6 ટકા જેટલું રોકાણ ગયું છે. હવે તમને જણાવી દઈએ કે આ કયા જિલ્લા છે જે મોટાભાગનું રોકાણ લઈ ગયા છે તો તેમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા અને રાજકોટનો સમાવેશ થાય છે જો કે એક્સપર્ટ બાકીના જિલ્લાઓમાં સંસાધનોના કેન્દ્રીકરણ પર ચિંતા અને નાના શહેરોમાં વધુ ન્યાયસંગત ઈન્ફ્રાસ્ટ્ર્કચરના વિકાસની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકી રહ્યા છે.
ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી(GujRERA) દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ આંકડા મુજબ રાજ્યમાં જે રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સ છે તેમાંથી 86 ટકા જેટલા અને 89 ટકા ટોટલ હાઉસિંગ યુનિટ્સ તો આ પાંચ અર્બન હબ્સમાં છે.
અમદાવાદની વાત કરીએ તો કુલ રોકાણનું 42 ટકા જેટલું રોકાણ એટલે કે 2.1 લાખ કરોડનું જાયન્ટ રોકાણ તો એકલા અમદાવાદમાં થયેલું છે. જ્યારે રજિસ્ટર્ડ પ્રોજેક્ટ્સમાં 31 ટકા અને ટોટલ હાઉસિંગ યુનિટ્સમાં તેનો ભાગ 35 ટકા છે.
રિયાલિટી ડોટ કોમના રિપોર્ટમાં ક્રેડાઈ ગુજરાતના અધ્યક્ષ દીપક પટેલે કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાસ્ટ વિકાસ અને રોજગાર સર્જનના કારણે અમદાવાદ ભારતના સૌથી ઝડપથી ડેવલપ થઈ રહેલા શહેરોમાંથી એક શહેર બન્યું છે. ઉચ્ચ શિક્ષણ સ્તર અને અર્બન માઈગ્રે્શન પણ મોટા શહેરોમાં રિયલ એસ્ટેટના વિકાસને બળ આપી રહ્યા છે. નાના શહેરોમાં પ્લોટિંગ યોજનાઓ વધુ લોકપ્રિય છે, જ્યાં લોકો પોતાના ઘર પોતે જાતે બનાવે છે, અને આ આંકડા રેકાના આંકડામાં જોવા મળતા નથી. આ સાથે જ નાના શહેરોમાં નાના પ્રોજેક્ટ્સ રેરામાં રજિસ્ટર્ડ હોતા નથી, આથી તેમનો વાસ્તવિક ભાગનો આંકડો થોડો વધુ હોઈ શકે છે.
અત્રે જણાવવાનું કે 2011ની વસ્તી ગણતરીના આંકડાઓ મુજબ ગુજરાતની ફક્ત 36 ટકા વસ્તી જ તેના ટોચના પાંચ જિલ્લાઓમાં રહે છે. જ્યાં રાજ્યની રિયલ એસ્ટેટ પ્રવૃત્તિઓનો એક મોટો હિસ્સો છે. બાકીનો 64 ટકા ભાગ જે નાના શહેરો અને ગામડાઓમાં ફેલાયેલો છે તેમાં રોકાણ અને પ્રોજેક્ટ્સ કામગીરીનો એક નાનો અંશ જ જોવા મળ્યો છે. રિપોર્ટમાં કહેવાયું છે કે અન્ય જિલ્લાઓનો પ્રોજેક્ટમાં બધુ મળીને કુલ 16 ટકા ફાળો, રોકાણમાં 6 ટકા અને યુનિટ્સના 11 ટકા જે અન્ય બાકી વિસ્તારોના મામૂલી યોગદાનનો સંકેત છે. આ રિપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને આર્થિક તથા વાણિજ્યિક ગતિવિધિઓમાં વધતા ક્ષેત્રીય વિભાજન તરફ ઈશારો કરે છે.
નોંધનીય છે કે રેરા લાગૂ થયા બાદ ગુજરાતમાં 13.11 કરોડ વર્ગ મીટર કાર્પેટ એરિયાના 15260 પ્રોજેક્ટ્સનું રજિસ્ટ્રેશન થયું એટલે કે 18.20 લાખ રહેણાંક યુનિટ્સ. જેમાંથી 8400થી વધુ પ્રોજેક્ટ્સ પૂરા થઈ ગયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે