Home> India
Advertisement
Prev
Next

PM ધન ધાન્ય કૃષિ યોજનાને સરકારની મંજૂરી, 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો, જાણો વિગત

PM Dhan Dhanya Krishi Yojana:  કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજનાને આજે મંજૂરી આપવામાં આવી છે. પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના 100 ઓછા પાક ઉત્વાદનવાળા જિલ્લામાં શરૂ કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેતીમાં નવી ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવાનો અને ઉત્પાદન વધારવાનો છે.

 PM ધન ધાન્ય કૃષિ યોજનાને સરકારની મંજૂરી, 1.7 કરોડ ખેડૂતોને થશે ફાયદો, જાણો વિગત

PM Dhan Dhanya Krishi Yojana: આજે બુધવારે મોદી સરકારની કેબિનેટ બેઠકમાં ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આમાંથી એક ખેડૂતોના હિતમાં લેવાયેલો નિર્ણય છે. આજે કેબિનેટ બેઠકમાં 'પ્રધાનમંત્રી ધન ધન્ય કૃષિ યોજના'ને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે 24,000 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચ સાથે પીએમ ધન-ધન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે, જેમાં 36 યોજનાઓનો સમાવેશ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે આ યોજનાની જાહેરાત બજેટ 2025 દરમિયાન કરવામાં આવી હતી. સરકારની આ યોજના હેઠળ, 1.7 કરોડ ખેડૂતોની પાક ઉત્પાદકતાને મદદ કરવામાં આવશે. આ યોજના ખેતીનું આધુનિકીકરણ કરશે અને ખેડૂતોની આવક વધારવામાં મદદ કરશે. આ યોજના હેઠળ, તે ખેડૂતોને લાભ મળશે, જેમના રાજ્યોમાં પાકનું ઉત્પાદન ઓછું છે.

fallbacks

6 વર્ષ માટે મંજૂરી, 100 કૃષિ જિલ્લા વિકસિત કરાશે
કેબિનેટે બુધવારે છ વર્ષના સમયગાળા માટે પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજનાને મંજૂરી આપી છે. આ યોજના 24000 કરોડ રૂપિયાના વાર્ષિક ખર્ચની સાથે 100 જિલ્લાને કવર કરશે.

આ અંતર્ગત, 100 કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. કેન્દ્રીય બજેટમાં જાહેર કરાયેલ કાર્યક્રમ 36 હાલની યોજનાઓને એકીકૃત કરશે અને પાક વૈવિધ્યકરણ અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવવાને પ્રોત્સાહન આપશે.

કેન્દ્રીય મંત્રીમંડળમાં લેવાયેલા નિર્ણય વિશે માહિતી શેર કરતા, માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ધન-ધન્ય કૃષિ યોજના લણણી પછીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરશે, સિંચાઈ સુવિધાઓમાં સુધારો કરશે અને કૃષિ ઉત્પાદકતામાં વધારો કરશે. આ કાર્યક્રમ 1.7 કરોડ ખેડૂતોને મદદ કરે તેવી શક્યતા છે.

શું છે પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના?
કેન્દ્રીય બજેટ 2025-26 માં, નાણામંત્રી નિર્મલા સીતારમણે કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે 'પીએમ ધન-ધન્ય કૃષિ યોજના' ની જાહેરાત કરી હતી, જેને હવે મંત્રીમંડળની મંજૂરી મળી ગઈ છે. આ યોજના હેઠળ, કૃષિ જિલ્લાઓનો વિકાસ કરવામાં આવશે. આ યોજના ઓછી ઉત્પાદકતા, પાકનું ઓછું વાવેતર અને સરેરાશથી ઓછી લોન ઉપલબ્ધતા ધરાવતા 100 જિલ્લાઓને લક્ષ્ય બનાવશે.

ભારતીય કૃષિને આધુનિક બનાવવા માટે બહુપક્ષીય અભિગમ સાથે આ યોજના તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ યોજના હેઠળ, પાક વૈવિધ્યકરણ, ટકાઉ અને આબોહવા-સ્થિતિસ્થાપક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત, લણણી પછીની સંગ્રહ ક્ષમતા વધારવા અને ટેકનોલોજી સુધારવા પર પણ ભાર મૂકવામાં આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More