Home> Business
Advertisement
Prev
Next

હવે આકાશમાં જોવા મળશે 'Akasa', રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપનીને DGCAની લીલી ઝંડી

Akasa Air આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક 'QP' કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી.

હવે આકાશમાં જોવા મળશે 'Akasa', રાકેશ ઝુનઝુનવાલાની એરલાઇન કંપનીને DGCAની લીલી ઝંડી

નવી દિલ્હી: બીગ બુલ તરીકે જાણીતા દેશના સૌથી મોટા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા દ્વારા સમર્થિત અકાસા એર વિશે એક મોટા સમાચાર મળી રહ્યા છે. ગુરુવારે ઉડ્ડયન નિયમનકાર DGCA એ કંપની માટે એરલાઇન લાઇસન્સ મેળવ્યું છે. ત્યારબાદ હવે એરલાઇન વિમાનોનું સંચાલન શરૂ કરી શકે છે.

fallbacks

કંપનીને મળ્યો છે 'QP' કોડ 
Akasa Air આ વર્ષે જુલાઈથી કોમર્શિયલ પરિચાલન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને એક 'QP' કોડ આપવામાં આવ્યો છે, જેની જાણકારી તેમણે પોતે થોડાક દિવસો પહેલા આપી હતી. ત્યારબાદ કંપનીએ એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં લખ્યું હતું, 'QP, હવે પાર્ટી શરૂ થઈ ગઈ છે.' તેની સાથે કંપનીએ કેપ્શન આપ્યું હતું... પોતાની એરલાઇન કોડ 'QP' જાહેર કરતાં ગર્વ મહેસૂસ થઈ રહ્યો છે.

એરલાઈને જાહેર કર્યું એક નિવેદન
એક અહેવાલ મુજબ, એરલાઈને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે આ લાઇસન્સ મેળવવું અમારા માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે અમને અમારી ફ્લાઈટ્સનું પરિચાલન અને વ્યવસાયિક કામગીરી શરૂ કરવાની મંજૂરી આપે છે. નિવેદન અનુસાર, એરલાઈને બ્રાન્ડિંગ માટે સનરાઈઝ ઓરેન્જ અને પેશનેટ પર્પલ કલર પસંદ કર્યો છે, જે હૂંફ અને ઉર્જાને પ્રદર્શિત કરે છે.

72 એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો
એરલાઈને 21 જૂને ભારતમાં તેના પ્રથમ બોઈંગ 737 મેક્સ એરક્રાફ્ટની ડિલિવરી લીધી હતી. તેની સાથે Akasa Air એ જાહેરાત કરી કે એરલાઇન 72 બોઇંગ 737 MAX જેટનો ઓર્ડર આપી રહી છે. આ ઓર્ડર્સમાં બે વેરિઅન્ટ 737-8 અને 737-8-200 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. રિપોર્ટ અનુસાર એરલાઈન્સનો પહેલો રૂટ ડોમેસ્ટિક હશે.

રિસાયકલ પોલિસ્ટર ફેબ્રિકથી બનેલો ડ્રેસ
અકાસા એરે પોતાના ક્રૂ યુનિફોર્મનો ફર્સ્ટ લુક જાહેર કરતા જણાવ્યું છે કે તે પ્રથમ ભારતીય એરલાઇન છે, જેણે કસ્ટમ ટ્રાઉઝર અને જેકેટ્સ રજૂ કર્યા છે. અકાસા એરના ક્રૂ મેમ્બરો માટે બનાવેલા કપડાં ઇકો-ફ્રેન્ડલી છે. વાસ્તવમાં આ ડ્રેસ રિસાયકલ પોલિએસ્ટર ફેબ્રિકમાંથી બનાવવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More