નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે આરબીઆઈ કેલેન્ડર પ્રમાણે ઓગસ્ટ 2025મા કુલ 15 દિવસ બેંકમાં રજાઓ છે, જેમાં સ્વતંત્રતા દિવસ, ગણેશ ચતુર્થી અને જન્માષ્ટમી જેવા પર્વ સામેલ છે. સાથે દર રરિવાર તથા ચોથા શનિવાર (9 અને 23 ઓગસ્ટ) એ બધા રાજ્યોમાં બેંક બંધ રહેશે. 15 ઓગસ્ટ (શુક્રવાર) સ્વતંત્રતા દિવસ પર દેશભરમાં બેંક બંધ રહેશે.
ઓગસ્ટમાં આટલા દિવસ બેંક રહેશે બંધ
3 ઓગસ્ટઃ રવિવારની રજા
9 ઓગસ્ટઃ ઓડિશા અને સિક્કિમમાં તેંડોન્ગ લો રૂમ ફાતને કારણે બેંક બંધ રહેશે.
9 ઓગસ્ટઃ અમદાવાદ (ગુજરાત), ભોપાલ (મધ્યપ્રદેશ), ભુવનેશ્વર (ઓડિશા), દેહરાદૂન (ઉત્તરાખંડ), જયપુર (રાજસ્થાન), કાનપુર, લખનૌ (ઉત્તરપ્રદેશ) અને શિમલા (હિમાચલ પ્રદેશ) માં બેંકો રક્ષાબંધન અને ઝુલન પૂર્ણિમાના કારણે બંધ રહેશે. આ ઉપરાંત, બીજા શનિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
10 ઓગસ્ટઃ રવિવારની રજા
13 ઓગસ્ટઃ ઇમ્ફાલ (મણિપુર) માં બેંક દેશભક્તિ દિવસને કારણે બંધ રહેશે.
15 ઓગસ્ટઃ સ્વતંત્રતા દિવસ અને પારસી નવ વર્ષ અને જમાષ્ટમી સમારોહ માટે દેશભરમાં બેંક બંધ રહેશે.
16 ઓગસ્ટઃ અમદાવાદ (ગુજરાત), આઈઝોલ (મિઝોરમ), ભોપાલ અને રાંચી (મધ્ય પ્રદેશ), ચંદીગઢ (યુટી), ચેન્નાઈ (તમિલનાડુ), દેહરાદૂન (ઉત્તરાખંડ), ગંગટોક (સિક્કિમ), હૈદરાબાદ (તેલંગાણા), જયપુર (રાજસ્થાન), કાનપુર અને લખનૌ (ઉત્તર પ્રદેશ), પટના (બીજી)માં બેંકો. (મેઘાલય), જમ્મુ અને શ્રીનગર (જમ્મુ અને કાશ્મીર), અને વિજયવાડા (આંધ્રપ્રદેશ) જન્માષ્ટમી (શ્રવણ વદ-8) અવસર પર બંધ રહેશે.
17 ઓગસ્ટઃ રવિવાર હોવાને કારણે બેંકમાં રજા
19 ઓગસ્ટઃ મહારાજા વીર વિક્રમ કિશોર માણિક્ય બહાદુરની જયંતિ પર અગરતલામાં બેંક બંધ રહેશે.
23 ઓગસ્ટઃ ચોથા શનિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે.
24 ઓગસ્ટઃ રવિવારની રજાને કારણે બેંક બંધ રહેશે.
25 ઓગસ્ટઃ શ્રીમંત શંકરદેવની તિરૂભાવ તિથિને કારણે ગુવાહાટીમાં બેંક બંધ રહેશે.
27 ઓગસ્ટઃ ગુજરાત, બેલાપુર, મુંબઈ અને નાગપુર (મહારાષ્ટ્ર), બેંગલુરૂ (કર્ણાટક), ભુવનેશ્વર (ઓડિશા), ચેન્નઈ (તમિલનાડુ), હૈદરાબાદ (તેલંગણા), પણજી (ગોવા), વિજયવાડા (આંધ્ર પ્રદેશ) માં બેંક ગણેશ ચતુર્થી અને સંવત્સરી અને વરસિદ્ધિ વિનાયક વ્રત તથા ગણેશ પૂજાને કારણે બંધ રહેશે.
28 ઓગસ્ટઃ ગણેશ ચતુર્થી અને નુઆખાઈના બીજા દિવસે ભુવનેશ્વર (ઓડિશા) અને પણજી (ગોવા) માં બેંક બંધ રહેશે
31 ઓગસ્ટઃ રવિવારને કારણે દેશભરમાં બેંક બંધ રહેશે.
આ પણ જાણો
રાજ્યોમાં સ્થાનીક તહેવારોના આધાર પર રજાઓ અલગ-અલગ હોય છે. તમે તમારી સ્થાનીક બ્રાન્ચ પાસેથી રજાની જાણકારી મેળવી શકો છો.
ઓનલાઈન સેવા
બેંકમાં રજાઓ દરમિયાન તમામ ઓનલાઈન બેન્કિંગ સેવાઓ ચાલુ હોય છે. આ સિવાય એટીએમ સેવા પણ ચાલુ રહે છે.
જો તમારે બેંકમાં કોઈ કામ હોય તો તમે રજાઓનું લિસ્ટ ચેક કરી પ્લાનિંગ કરી શકો છો. એટલે તમારૂ કોઈ મહત્વનું કામ રજાઓને કારણે અટવાઈ નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે