Home> Business
Advertisement
Prev
Next

₹300 થી તૂટીને 1 રૂપિયા પર આવી ગયો શેર, નેગેટિવ સમાચારની અસર, રોકાણકારોને નુકસાન

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશનના શેર આજે સોમવારે સપ્તાહ બાદ બજારમાં ટ્રેડ થઈ રહ્યાં છે. કંપનીના શેરમાં આજે 5 ટકાની લોઅર સર્કિટ લાગી છે અને શેર 1.33 રૂપિયા પર આવી ગયો છે.

₹300 થી તૂટીને 1 રૂપિયા પર આવી ગયો શેર, નેગેટિવ સમાચારની અસર, રોકાણકારોને નુકસાન

Reliance Communications Ltd: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશનના શેર આજે ચર્ચામાં છે. કંપનીના શેરમાં આજે લોઅર સર્કિટ લાગી છે. કંપનીના શેર 5 ટકાના ઘટાડા સાથે 1.33 રૂપિયા પર આવી ગયા છે. નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહેલી કંપનીના શેરમાં ઘટાડા પાછળ ઈડીની કાર્યવાહી છે. ઈડીએ 24 જુલાઈ, 2025ના નવી મુંબઈ સ્થિત રિલાયન્સ કમ્યુનિકેશન લિમિટેડની ઓફિસોમાં સર્ચ ઓપરેશન અને જપ્તી અભિયાન ચલાવ્યું હતું. કંપનીએ 25 જુલાઈએ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (NSE) ને ઔપચારિક માહિતી આપતા આ કાર્યવાહીની પુષ્ટિ કરી હતી.

fallbacks

શું છે મામલો
આ દરોડા ધીરુભાઈ અંબાણી નોલેજ સિટીના H અને B બ્લોકમાં પાડવામાં આવ્યા હતા, જ્યાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સનું કોર્પોરેટ હેડક્વાર્ટર આવેલું છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ, 2002 ની કલમ 17(1) હેઠળ કરવામાં આવી હતી. સર્ચ દરમિયાન, ED એ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર અને કંપની સેક્રેટરીના બે લેપટોપ અને ઇમેઇલ રેકોર્ડ જપ્ત કર્યા હતા. કંપનીએ સ્પષ્ટતા કરી હતી કે ED એ દરોડા પહેલા કોઈ વચગાળાનો કે અંતિમ આદેશ જારી કર્યો ન હતો. તેના નિવેદનમાં, રિલાયન્સ કોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે ED ની કાર્યવાહીની તેની નાણાકીય કે કાર્યકારી પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં. કંપની પહેલાથી જ ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ, 2016 હેઠળ કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. તમને જણાવી દઈએ કે બે ગ્રુપ કંપનીઓ 'રિલાયન્સ પાવર' અને 'રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' એ ગયા ગુરુવારે શેરબજારને આપેલી અલગ-અલગ માહિતીમાં જણાવ્યું હતું કે ED ની કાર્યવાહીનો તેમના વ્યવસાયિક કામગીરી, નાણાકીય કામગીરી, શેરધારકો, કર્મચારીઓ અથવા કોઈપણ અન્ય હિસ્સેદારો પર કોઈ અસર થતી નથી.

આ પણ વાંચોઃ ઓગસ્ટમાં રજાઓની ભરમાર, 15 દિવસ બેંક રહેશે બંધ, જુઓ હોલિડે કેલેન્ડર

99% તૂટી ગયો છે શેર
કંપનીના શેરમાં એક મહિનામાં 15 ટકા અને આ વર્ષે અત્યાર સુધી 32 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષમાં તે 25 ટકા અને પાંચ વર્ષમાં 60 ટકા તૂટ્યો ચે. તો લાંબા ગાળામાં સ્ટોકમાં 99 ટકાનો ઘટાડો આવ્યો છે. 10 માર્ચ 2006ના કંપનીના શેરની કિંમત 300 રૂપિયા હતી, જે હવે ઘટીને 1.33 રૂપિયા પર પહોંચી ગઈ છે.

(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો) 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More